આગામી પાંચ દિવસ ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગની આગાહી: રાજકોટનું લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું: ઠંડા પવનોએ બપોરે પણ લોકોને સ્વેટર પહેરાવા મજબુર કર્યા
ગયા અઠવાડિયે ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કર્યો હતો. એ પછી લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. ત્યારે હવે ઉત્તરાયણ પર કાતિલ ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યભરમાં ઉત્તરાયણ પર કડકડતી ઠંડી પડશે. સાથે જ આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં પણ ભારે ઘટાડો જોવા મળશે. આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનનો પારો 3થી 6 ડિગ્રી સુધી ગગડી શકે છે. જે બાદ લોકોને કાતિલ ઠંડીનો અનુભવ થશે. આજે નલિયાનું લઘુતમ તાપમાન 5.2 ડિગ્રી રહ્યું હતું જયારે રાજકોટનું લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી સુધી રહેવા પામ્યું હતું.
હવમાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. હવમાન વિભાગે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તરાયણ દરમિયાન રાજ્યભરમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. સાથે જ આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં પણ ભારે ઘટાડો જોવા મળશે. આગામી પાંચ દિવસ દરમિયાન પારો 3થી 6 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 9થી 10 ડિગ્રીની આસપાસ રહેશે. ગાંધીનગર અને અમદાવાદમાં 9 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળશે. ઉત્તરાયણના દિવસે ભારે પવન સાથે વાતાવરણ ઠંડુ રહેશે. 14 અને 15 જાન્યુઆરીના રોજ તાપમાન વધુ ઘટવાની શક્યતા છે.
હવમાન વિભાગના જણાવ્યા મુજબ, રાત્રીનું તાપમાન ઘટશે. સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો ઘટશે. ભૂજ અને કચ્છમાં કોલ્ડવેવની શક્યતાઓ રહેલી છે. સાથે જ ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 10 કિમી પ્રતિ કલાક રહેશે. જ્યારે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી પવન ફૂંકાવવાની સાથે ઠંડા વાતાવરણનો અનુભવ લોકોને થશે. મહત્વનું છે કે, ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં નોંધાઈ હતી.
માઉન્ટ આબુમાં પણ હાર્ડ થીજવતી ઠંડી
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડ થીજવતી ઠંડીનો અહેસાસ લોકોને થયો હતો. કાતિલ ઠંડીના કારણે સ્થાનિકો સહિત અહીં ફરવા માટે આવેલા પ્રવાસીઓ પણ ઠંડીમાં ઠુઠવાયા હતા. સાથે જ લોકોને ઠંડા પવનનો પણ અનુભવ થયો હતો.