સુરેન્દ્રનગરમા એક માત્ર ગાંધી હોસ્પિટલમા કોલ્ડ સ્ટોરેજ ની સગવડતા છે પરંતુ તે પણ બંધ હાલતમા…
સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ ની સેવા ઓ દિન પ્રતિ દિન ખથળતી જાય છે. સ્વચ્છતા થી લઇ અનેક પ્રકારના પ્રોબ્લમ જોવા મળે છે. હાલ સુરેન્દ્રનગર ની ગાંધી હોસ્પિટલમા ઉદભવી રહા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમા એક માત્ર હોસ્પિટલ ગરીબ વર્ગ ના લોકોને પોતાના રોગ નો ઈલાજ માટે છે પણ ત્યાં પણ સગવડતાના નામે મીંડું છે.
ત્યારે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમા આવેલા કોલ્ડ સ્ટોરેજ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમા છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા બિન વારસી લાસો ખૂબ મોટા પ્રમાણમા મળે છે તો તેને રાખવી ગાંધી હોસ્પિટલ મા ખૂબ મુશ્કેલ બને છે ત્યારે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ નું કોલ્ડ સ્ટોરેજ બંધ હોવા છતાં તેમાં બિનવારસી લાશ રાખવા મા આવે છે ત્યારે આ લાસ થોડાક દિવસમાં ગંધાય જાય છે અને અમુક વખત લાસોં મા કીડા પડી જાય છે.
ત્યારે હાલ મા સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ મા આવેલા સંડાસ ના ખાલ કૂવાઓ પણ ભરાય ગયા છે ત્યારે આ તમામ પ્રકાર ની ગંદકીનો ભારવો ગાંધી હોસ્પિટલ પાછળ આવેલા વિશાળ મેદાન મા થાય છે અને હાલ ગાંધી હોસ્પિટલ મા ડોક્ટરો ની ચેમ્બર મા ખૂબ મોંઘી ડાત લાદીઓ નાખવા મા આવી રહી છે અને ગાંધી હોસ્પિટલ ના ગાયનેક વિભાગમાં ૨ થી ૩ એસી નવા નાખવા મા આવીયા છે ત્યારે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ નું કોલ્ડ સ્ટોરેજ અને દર્દીઓ ને મળતી સુવિધાઓ અત્યંત નબળી છે. ત્યારે ડોક્ટરો VVIP સગવડો ભોગવે છે અને દર્દીઓ પોતાનો ઈલાજ ગંદકી મા કરે છે આ સત વરે સુધરે તેવી માગ લોકોમા ઉઠી છે.