આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઠંડીનું જોર વઘ્યું હતું. કચ્છના નલીયામાં લધુતમ તાપમાનનો પારો ફરી સિંગલ ડિજિટમાં પહોંચી ગયો હતો. આવતીકાલથી ગરમીનું જોર વધશે મહત્તમ તાપમાનનો પારો ર થી 3 ડિગ્રી સુધી ઉંચકાશે
કચ્છનું નલીયા આજે 8.8 ડિગ્રી સેલ્સીયસ સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. પારો ફરી સિંગલ ડિજિટમાં પહોંચી જવાના કારણે લોકોને ઠંડીનો અનુભવ કર્યો હતો. ગીરનાર પર્વત પર આજે લધુતમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું હતું. સવારે અને રાત્રીના સમયે ઠંડકનો અનુભવ થાય છે જયારે બપોરે ઉનાળા જેવા આકરા તાપનો અહેસાસ થઇ રહ્યો છે.
રાજકોટમાં પણ આજે પારો દોઢ ડીગ્રી સુધી પટકાયો હતો ગઇકાલે રાજકોટનું તાપમાન 1.7 ડિગ્રી નોંધાયું હતું. જયારે આજ 14 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 13. ડિગ્રી, અમરેલીનું તાપમાન 12.8 ડિગ્રી, બરોડાનું તાપમાન 11.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 1.3 ડિગ્રી, ડાંગનું તાપમાન 12.8 ડિગ્રી, ડિસાનું તાપમાન 11.7 ડિગ્રી, કંડલાનું તાપમાન 14.4 ડિગ્રી, નલીયાનું તાપમાન 8.8 ડિગ્રી અને પોરબંદરનું તાપમાન 14. ડિગ્રી નોંધાયું હતું.
આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાશે શનિવાર સુધી ગરમીનું જોશ દેખાશે.