દિવાળીના તહેવાર નજીક આવી ગયા છતા હજી ઉનાળા જેવા આકરા તડકા કેડો મૂકતા નથી. વહેલી સવારે અને સાંજના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરે ગરમીનો પારો થોડો ઉંચો રહે છે. આજે રાજકોટમાં લઘુત્તમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી સુધી પટકાયો હતો. સૌરાષ્ટ્રભરમાં આજે સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
વહેલી સવારે અને મોડી રાતી સામાન્ય ઠંડીનો અનુભવ: બપોરે હજી ગરમી યથાવત
રાજકોટનું લઘુત્તમ તાપમાન 22.8 ડિગ્રી નોંધાયુ હતું અને મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી નોંધાયુ હતું. આજે સવારે શહેરના લઘુત્તમ તાપમાનમાં 1.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે શહેરીજનોએ સવારના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યા હતો. સૌરાષ્ટ્રભરમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો પટકાયો હતો.
આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના નહિવત છે. દિવાળીના તહેવાર બાદ પણ બેવડી સિઝનનો અનુભવ થતો રહેશે. સવારે અને રાત્રે ઠંડુ વાતાવરણ અને બપોરના સમયે આકરા તડકા પડે છે. બેવડી સિઝનના કારણે રોગચાળાએ પણ માથુ ઉંચક્યું છે.