છેલ્લા ૬૨ વર્ષમાં પ્રથમ વખત જાન્યુઆરી મહિનો સૌથી ગરમ દેશભરમાં હવામાનની પેટર્ન ઉપર અસર થઇ હોવાની શક્યતા
પ્રદૂષણ સહિતની બાબતોના કારણે ક્લાઈમેન્ટ ચેન્જની પરિસ્થિતિ ઉભી થઈ છે. જેની અસરો અત્યારથીજ સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં જોવા મળી રહી છે. તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા જે મુજબ, ગત જાન્યુઆરી મહિનો છેલ્લા ૬૨ વર્ષમાં સૌથી વધુ ગરમ જાન્યુઆરી હોવાનું ખુલ્યું હતું આ ઉપરાંત માત્ર સૌરાષ્ટ્ર કચ્છ અને કાશ્મીરના કેટલાક ભાગ સિવાય જાન્યુઆરી મહિનો દેશભરમાં સૌથી વધુ ગરમ મહિનો રહ્યો હતો.
સામાન્ય રીતે દેશમાં જાન્યુઆરી મહિના દરમિયાન સરેરાશ તાપમાન ૧૪.૭૮ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે અલબત્ત ગત જાન્યુઆરી મહિનામાં આ તાપમાન વધી ગયું હતું. અને ૬૨ મહિનાની ટોચે પહોંચી ગયું હતું. મધ્યભારતમાં ૧૪.૮૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જે ૩૮ વર્ષ પછી એટલે કે ૧૯૮૨ બાદ પ્રથમ વખત આટલું તાપમાન નોંધાયું છે. વર્ષ ૧૯૯૧થી ૨૦૨૧ સુધીના સમયગાળામાં સૌથી ગરમ તાપમાન ૧૫.૦૬ ટકા હતું.
ખાસ કરીને સાઉથ ઇન્ડિયા ને જાન્યુઆરી સૌથી ગરમ લાગ્યો છે આ વિસ્તારમાં ૧૨૧ વર્ષ બાદ પ્રથમ વખત ૨૨.૩૩ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. વર્ષ ૧૯૧૯માં ૨૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ત્યાર બાદ પ્રથમ વખત મધ્ય ભારતમાં પણ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો એકંદરે સૌરાષ્ટ્ર-કચ્છ કાશ્મીર અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક હિસ્સાને બાદ કરતા જાન્યુઆરી મહિનો સમગ્ર દેશ માટે ૬૪ વર્ષનો સૌથી ગરમ મહિનો રહ્યો હતો.
વર્તમાન સમયે પ્રદૂષણ સહિતના અનેક પાસાઓ વિશ્વના તાપમાન ઉપર માઠી અસર કરી રહ્યા છે. ભારતના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણના કારણે વરસાદની સાયકલ માં ખલેલ પહોંચી છે આ ઉપરાંત શાળા અથવા ઉનાળા સહિતની ઋતુઓ નો પ્રારંભ પણ વહેલો મોડો થતો હોય તેવું જણાય આવે છે.આ તમામ ઋતુચક્ર પરની અસરો પ્રદૂષણના કારણે જ સંભવ છે.