અમદાવાદ | 16.5 |
અમરેલી | 16.0 |
ભાવનગર | 17.9 |
ભુજ | 14.6 |
ડીસા | 13.4 |
દ્વારકા | 19.0 |
નલિયા | 10.5 |
રાજકોટ | 14.5 |
સુરેન્દ્વનગર | 16.2 |
વેરાવળ | 19.6 |
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સૂકુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.જ્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે. તો વાદળો આવશે તો તાપમાન વધે તેવી સંભાવના છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તો ઉત્તર – પૂર્વના ઠંડા પવનથી ગગડ્યો ઠંડીનો પારો જોવા મળ્યો છે. તો અમદાવાદમાં 16.5ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે.
આગામી 5 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના: મોટાભાગના વિસ્તારોમાં રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે
તો ગત વર્ષે 2 ડિસેમ્બરે 15.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો હવામાન વિભાગ અનુસાર વાવાઝોડાના કારણે ઠંડી 11 દિવસ મોડી પડે છે. બીજી બાજુ રાજ્ય હવામાન ખાતાના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ બુધવારે કહ્યું હતું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. રાજ્યના હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં. આગામી 24 કલાકમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હવામાન બદલાશે નહીં જ્યારે કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે. આજથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે.
નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ઠંડી જોઈએ તેવી પડી રહી નથી. તેમણે એમ પણ કહ્યું કે 22 ડિસેમ્બરની આજુબાજુ દેશના ઉત્તર પહાડી વિસ્તારોમાં ભારે હિમ વર્ષા થશે. ગુજરાતમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે અને 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો અનુભવાશે. આ સાથે માર્ચ મહિનામાં સુધી અલનીનો અસર વર્તાશે અને ઠંડીમાં વધ ઘટ થતી રહેશે.