ઉત્તરભારતમાં હિમવર્ષાને પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પારો ગગડયો
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ૨ દિવસ વાદળછાયું વાતાવરણ અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ઠંડીનો પારો થોડો ઉચકાયો હતો જો કે આજે ફરી ઠંડીનું જોર વધ્યું છે અને તાપમાનનો પારો ગગળ્યો છે. ઉતરભારતમાં હિમવર્ષાને પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં ૧૦ ડીગ્રી નોંધાયું છે.
રાજ્યભરના વિવિધ શહેરોના લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદનું ૧૩.૩ ડીગ્રી, ડિસનું ૧૧.૬ ડીગ્રી, બરોડાનું ૧૪.૪ ડીગ્રી, સુરતનું ૧૮.૮ ડીગ્રી, ભાવનગરનું ૧૬.૩ ડીગ્રી, પોરબંદરનું ૧૬.૪ ડીગ્રી, વેરાવળનું ૧૮.૨ ડીગ્રી, દ્વારકાનું ૧૮.૩ ડીગ્રી, નાળિયાનું ૧૦ ડીગ્રી, સુરેન્દ્રનગરનું ૧૪.૫ ડીગ્રી, ગાંધીનગરનું ૧૩.૨ ડીગ્રી, મહુવાનું ૧૬.૧ ડીગ્રી, દિવનું ૧૭.૫ ડીગ્રી, વલસાડનું ૧૬.૬ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
જ્યારે રાજકોટનું આજે વહેલી સવારે લઘુતમ તાપમાન ૧૫.૩ અને મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૪% અને ૬ કીમી પ્રતી કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.