નલીયાનું ૧૨ ડિગ્રી, ગાંધીનગરનું ૧૩ ડિગ્રી અને રાજકોટનું ૧૪.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
ગુજરાતમાં હવે લોકો એક સાથે બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. રાજ્યમાં સવારમાં ઠંડી તો બપોરે લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં પણ આ બેવડી ઋતુનો લોકોને અનુભવ થઈ શકે છે. આજે રાજ્યભરના શહેરોમાં ૧ થી ૨ ડિગ્રી તાપમાનનો પારો ગગડયો હતો. હજુ પણ તાપમાન ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૪.૧ અને મહત્તમ તાપમાન ૩૨.૭ ડિગ્રી હતું. જ્યારે હવામાન ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને પવન ૨ કિ.મી. પ્રતિકલાકની ઝડપે ફૂંકાયું હતું. જ્યારે નલીયાનું લઘુતમ તાપમાન ૧૨.૦ અને મહત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને ૪ કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
ઠંડીનું સીઝન અંતિમ તબક્કામાં છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી તો બપોરે ગરમીનો લોકો સામનો કરી રહ્યાં છે. આ દરમિયાન દરિયામાં ત્તેજ ગતિએ પવન ફૂંકાતો હોવાથી મારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે. બેવડી ઋતુના કારણે લોકો પરેશાન છે. સવારે ઠંડી તો બપોરે ગરમી અને રાતે ફરી વાતાવરણ ઠંડી તાં કેટલાક લોકોના સ્વાસ્થ્યને પણ ગંભીર અસર ઈ રહી છે.
રાજ્યભરના વિવિધ શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૪.૨ ડિગ્રી, ડીસાનું ૧૬ ડિગ્રી, વડોદરાનું ૧૫.૬ ડિગ્રી, સુરતનું ૧૮.૨ ડિગ્રી, રાજકોટનું ૧૪.૧ ડિગ્રી, કેશોદ-જૂનાગઢનું ૧૪.૬ ડિગ્રી, ભાવનગરનું ૧૬.૪ ડિગ્રી, પોરબંદરનું ૧૪.૮ ડિગ્રી, વેરાવળનું ૧૮.૧ ડિગ્રી, દ્વારકાનું ૧૯.૪ ડિગ્રી, ઓખાનું ૧૮.૫ ડિગ્રી, ભુજનું ૧૭ ડિગ્રી, નલીયાનું ૧૨ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૪.૮ ડિગ્રી, અમરેલીનું ૧૫.૬ ડિગ્રી, ગાંધીનગરનું ૧૩ ડિગ્રી, મહુવાનું ૧૫. ૧ ડિગ્રી, દીવનું ૧૫.૫ ડિગ્રી, વલ્લભવિદ્યાનગરનું ૧૫.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
કચ્છ-ઉનામાં ભૂકંપનો આંચકો અનુભવાયો
રાજ્યમાં ઠંડીની વધઘટને કારણે ભૂકંપના આંચકા પણ યાવત છે. મોડી રાત્રે ૨:૩૪ કલાકે કચ્છના ફતેહગઢથી કિ.મી. દૂર વેસ્ટ સાઉ વેસ્ટ ખાતે ૧.૦ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ આજે વહેલી સવારે સૌરાષ્ટ્રના ઉનાથી કિ.મી. દૂર સાઉથ સાઉથ ઈસ્ટ ખાતે ૨.૦ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે ભૂકંપનો આંચકો સામાન્ય હોય લોકોને વધુ અનુભવ થયો ન હતો..