સવારના ગરમ બફારામાં પરસેવે રેબઝેબ થતુ જન-જીવન: 44 ડિગ્રી સાથે અમદાવાદ રાજયનું સૌથી ગરમ શહેર

છેલ્લા બે માસથી કાળઝાળ તાપમાં શેકાય રહેતા લોકો આજે સવારે બફારાથી પરસેવે રેબઝેબ થ, ગયા હતા સવારના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ બફારાનો અનુભવ કયો હતો. દરમિયાન આજથી રાજયભરમાં ગરમીનું જોર થોડું ઘટે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. રવિવારે 44 ડિગ્રી સાથે અમદાવાદ રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ રાજયમાં 12 શહેરોમાં તાપમાન 41થી 44 ડિગ્રી વચ્ચેરહેવા પામ્યું હતુ આજથી ત્રણ દિવસ ગરમીમાં સામાન્ય રાહત રહેશે પારો 40 થી 42 ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

રાજયમાં છેલ્લા બે માસથી આકાશમાંથી અગ્નિ વર્ષા થઈ રહી છે. દરમિયાન આજે સવારના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જવાના કારણે લોકોએ જાણે ચોમાસાની સિઝનમાં વરસાદ પહેલા જે રીતે બફારાનો અનુભવ થતો હોય છે.અને શરીર પરસેવે રેબઝેબ થઈ જતું હોય તેવા ઉકળાટનો અનુભવ સવારના સમયે થયો હતો. દરમિયાન આજથી ત્રણ દિવસ ગરબીમાં થોડી રાહત રહેશે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતુ.

પારો 43 ડિગ્રી આસપાસ રહેશે. જયારે અન્ય શહેરોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે નોંધાશે.

દરમિયાન રવિવારે રાજયનાં 12 શહેરોમાં તાપમાન 41 થી 44 ડિગ્રી વચ્ચે નોંધાયું હતુ. અમદાવાદ 44 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતુ. આ ઉપરાંત ડિસાનું તાપમાન 42.4 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 41.8 ડિગ્રી, વલ્લભ વિધાનગરનું તાપમાન 40.9 ડિગ્રી, વડોદરાનું તાપમાન 41 ડિગ્રી, ભૂજનું તાપમાન 41.2 ડિગ્રી, કંડલા પોર્ટ પરનું તાપમાન 41.1 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 43.5 ડિગ્રી, અમરેલીનું તાપમાન 42.9 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 42 ડિગ્રી, રાજકોટનું તાપમાન 43 ડિગ્રી અને સુરેન્દ્રનગરનું તાપમાન 42.8 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ.

આજની ગરમીમાં થોડી રાહત રહેશે કાળઝાળ ગરમીનાં કારણે જૂનાગઢમાં ડામર રોડ ઓગળી ગયો હતો લોકોના પગ રોડ પર ચોટતા હતા ધુળ પાથરવી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.