ઉત્તરાયણનાં તહેવારને લઈ પતંગ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ જોવા મળી રહી છે. રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હજુ પણ 24 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે.
રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ: રાજકોટનો પારો એક ડિગ્રી વધી 14.2 પર પહોંચ્યો
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલિયા આજે 5.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 14.2, જ્યારે ડીસામાં 12.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.’ એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે.
અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. ઉતરાયણ પર્વ પર 15 જાન્યુઆરીએ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. જોકે, ઉત્તરાયણ પર્વ પર વરસાદની શક્યતા નહિવત છે. સાનુકૂળ વાતાવરણના અભાવે આ વર્ષે ઠંડી ઓછી રહી છે. પરંતું જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી રહેશે. ઉત્તરી ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા થતા વધુ ઠંડી પડી શકે છે. ફેબ્રુઆરી અંતથી ગરમીઓ અનુભવ પણ થઈ શકે છે.