નલીયા 9.4 ડિગ્રી: રાજકોટમાં લધુતમ તાપમાનનો પારો ર ડિગ્રી સુધી પટકાયો
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીનુ: જોર વઘ્યું છે. કચ્છનું નલીયા આજે 9.4 ડિગ્રી સાથે કાતીલ ઠંડીમાં ઠુંઠવાય ગયું હતું. રાજકોટમાં લધુતમ તાપમાનનો પારો બે ડિગ્રી સુધી પટકાયો હતો. આગામી દિવસોમાં હજી ઠંડીનું જોર વધે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
આજે રાજકોટનું લધુતમ તાપમાન 14.1 ડિગ્રી સેલ્સીશય નોંધાયું હતું. ગઇકાલની સરખામણીએ આજે પારો બે ડિગ્રી સુધી નીચે પટકાયો હતો. શહેરીજનો દ્વારા ફરી એકવાર ઠંડીમાં ધ્રુજી ઉઠયા હતા. 7 કી.મી. પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફુંકાયા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76 ટકા રહેવા પામ્યું હતું. સવારે 8.30 કલાકે તાપમાન 15.4 ડિગ્રી રહેવા પામ્યું હતું. જુનાગઢ શહેરનું લધુતમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78 ટકા અને પવનની સરેરાશ ઝડપ 3.4 કી.મી. રહેવા પામી હતી. ગીરનાર પર્વત પર તાપમાનનો પારો 8.3 ડિગ્રી નોંધાયું હતું.
આજે કચ્છના નલીયાનું લધુતમ તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું હતું. નલીયા રાજયનું સૌથી ઠંડુ શહેર રહેવા પામ્યું હતું. આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 13.7 ડિગ્રી, અમરેલીનું તાપમાન 14.8 ડિગ્રી, બરોડાનું તાપમાન 11.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 15.4 ડિગ્રી, ભુજનું તાપમાન 14.8 ડિગ્રી, ડિસાનું તાપમાન 13.9 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 12.3 ડિગ્રી , પોરબંદરનું તાપમાન 16 ડિગ્રી અને વેરાવળનું લધુતમ તાપમાન 18.6 ડિગ્રી સેલ્સીયશ રહેવા પામ્યું હતુ. આજે રાજયભરમાં ઠંડીનું જોર વઘ્યું હતું. આગામી દિવસોમાં ઠંડીનું જોર થોડું વધશે.