અમદાવાદ | 19.0 |
અમરેલી | 18.2 |
ભાવનગર | 20.0 |
ભુજ | 17.9 |
ડીસા | 15.4 |
દીવ | 18.6 |
દ્વારકા | 18.4 |
નલિયા | 14.3 |
રાજકોટ | 18.0 |
સુરત | 20.7 |
વેરાવળ | 21.7 |
હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે. અમુક વખત વાતાવરણમાં પલ્ટો આવતા શિયાળાની સીઝનમાં ચોમાસાનો અનુભવ કરવો પડે છે. ત્યારે હાલ રાત્રે ઠંડી તો દિવસે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતુ કે, પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ સુકુ રહેશે. તેમજ આ મહિનાના અંતમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે.
પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ સુકુ રહેશે:મહિનાના અંતમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે
હાલ તો ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છેકે, અલ નીનોની અસરના કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું. જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવામાં હતા અને અરબ સાગરમાં પણ હલચલ થવામાં હતી. ગાત્રો થીજવતી ઠંડી અંગે જોઈએ તો ૨૨-૨૩ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના ભાગોમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ પણ હવામાન પલ્ટાવાળું રહે અને વાદળવાયું, માવઠા જેવું રહશે. જાન્યુઆરી માસ પણ ઠંડો રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
સામાન્ય રીતે અરબ સાગરમાં ડિસેમ્બરમાં ક્યારેક જ સાયકલોન બને છે. ૧૮૯૧થી ૧૯૬૦ સુધીમાં જોઈએ તો ડિસેમ્બર માસમાં અરબ સાગરમાં ત્રણ ચક્રવાત બન્યા હતા જેમાંથી એક જ મજબૂત હતું. વળી અલ નીનોના કારણે પણ ઠંડી ઓછી રહી હોય તેવું જણાય છે. ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છેકે, અલ નીનોની અસરના કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું. જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવામાં હતા અને અરબ સાગરમાં પણ હલચલ થવામાં હતી. ગાત્રો થીજવતી ઠંડી અંગે જોઈએ તો ૨૨-૨૩ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના ભાગોમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે.
23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુંકે, 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. જેમાં સામાન્ય વરસાદ નહીં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. કરા, ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. 23મીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.