આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે
રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. 7 શહેરમાં 12 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાવવા પામ્યું છે. જેમાં નલિયામાં 10.5 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 12.8 અને ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વડોદરામાં 12.2 અને ડીસામાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે. ભાવનગરમાં 15.2 અને સુરતમાં 14.8 ડિગ્રી તાપમાન નોધાયું છે. જ્યારે દ્વારકામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજીબાજુ ગુજરાતમાં ફરી માવઠું પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજથી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી આવી છે. આગાહીકારે જણાવ્યું કે, આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે. ફ્રેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે. આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે. તેમણે કહ્યું કે, 27થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે. આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. ફેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે. આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે.