આજે બપોર બાદ કે આવતીકાલથી વાતાવરણમાં પલ્ટો દેખાશે: વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અને સાયકલોનિક સરકયુલેશનની અસર તળે ‘માવઠું’ વરસશે
અબતક,રાજકોટ
વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ઠંડીનું જોર ઘટયું છે. જાણે શિયાળો જતો રહ્યો હોય તેમ લઘુતમ તાપમાનનો પારો 17 ડિગ્રીને પાર થઈ ગયો છે. દરમિયાન આવતીકાલથી રાજયમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાયકલોનીક સરકયુલેશનની અસરનાકારણે વાતાવરણ અસ્થીર થઈ ગયું છે. આજે સાંજે અથવા આવતીકાલથી વાતાવરણમાં પલ્ટો આવશે. ઝાંકળ વર્ષાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણે ઠંડી ગાયબજ થઈ ગઈ હોય તે રિતે વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે. આજે રાજકોટનું લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સીયસે પહોચી જવા પામ્યું હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86 ટકા અને પવનની ઝડપ સરેરાશ 4 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર રાજસ્થાન નજીક એક સાયકલોનીક સરકયુલેશન સર્જાઈ રહ્યું છે. આ ઉપરાંત એક પાવર ફૂલ વેસ્ટર્ન ડિસ્ડબન્સ પણ બની રહ્યું છે. જેના કારણે આજથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યું છે. લઘુતમ તાપમાનનોપારો ઉચકાયો છે. આવતીકાલે ઉપર ગુજરાતનાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદ પડી શકે તેમ છે.
આવતીકાલે ઉતર ગુજરાતક ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં દેવભૂમી દ્વારકા જિલ્લા, પોરબંદર જિલ્લો, જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. આગામી ત્રણથી ચાર દિવસમાં ઝાકળ વર્ષાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે.