પાણીદાર ફળોની કુદરતની સોગાત
ઉનાળાનો પ્રારંભ થઈ ચૂકયો છે. આગામી સમયમાં કાળઝાળ તાપ લોકોને ત્રસ્ત કરી મૂકશે ત્યારે પ્રકૃતિએ ઉનાળાના આકરા તાપથી રક્ષણ અર્થે અમૃતક સમી અનેક બક્ષીસો પ્રદાન કરી છે જેમાં શેરડીના રસનો પણ સમાવેશ થાય છે. શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ ચીચોડાથી કાઢવામાં આવતો શેરડીનો રસ પીવા ઠેર ઠેર લોકો જોવા મળે છે. મસાલાથી ભરપૂર શેરડીનો રસ પેટમાં ઠંડક આપી ગરમી ભગાડે છે.
કુદરતે માનવીને સિઝન પ્રમાણે જાત જાતના ફળોની સોગાતા આપી છે.ઉનાળામાં શરીરને પાણીની જ‚રીયાત હોવાથી પાણીવાળા ફળો માનવીને વરદાન‚પ સાબીત થતા હોય છે. ઉનાળા દરમિયાન પાણીદાર ફળો લેવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે ત્યારે શહેરમાં તરબૂચ, સકકર ટેટી અને દ્રાક્ષ સહિતના ફળોની ખરીદી ધૂમ પ્રમાણમાં થઈ રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,