ચૈત્ર માસની દર્શ અમાસ બુધવારે છે માટે બુધવારી અમાવાસ્યાનો યોગ બને છે અને બીજા દિવસે ૨૦ એપ્રિલને ગુરુવારે અમાસનો ભાગ છે અને ખગ્રાસ સૂર્ય ગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં થઇ રહ્યું છે જે ભારતમાં દેખાવાનું નથી માટે પાળવાનું નથી વળી એના પછી બુદ્ધ પૂર્ણિમા ૫ મે ૨૦૨૩ ને શુક્રવારે તુલા રાશિને સ્વાતિ નક્ષત્રમાં છાયા ચંદ્ર ગ્રહણ થવાનું છે.
આ ગ્રહણ પણ ભારતમાં દેખાવાનું નથી તેથી પાળવાનું રહેતું નથી. ૨૨ એપ્રિલે ગુરુ મહારાજ મેષ રાશિમાં પ્રવેશતા જ ચાંડાલ યોગ શરુ થશે અને એ જ પખવાડિયામાં થતા બે ગ્રહણ આગામી સમયને વિશેષ સમજવા જેવો બનાવી રહ્યા છે વળી સૂર્ય ગ્રહણ મેષમાં જ્યાં સૂર્ય ઉચ્ચના છે ત્યાં બને છે સૂર્ય રાહુ સાથે આવવાથી આ ગ્રહણ થાય છે જેમાં બે દેશ વચ્ચે વધુ અંટસ પડતી જોવા મળે અને સેનાની કાર્યવાહીઓ તેજ થતી જોવા મળે.
મ્યાનમાર જેવી ઘટનાઓ પણ સામે આવતી જોવા મળે ઘણી જગ્યાએ આંતરવિગ્રહ પણ સપાટી પર આવતો જોવા મળે વળી ઘણા દેશોએ તેની લશ્કરી તાકાત પર અંકુશ રાખવો પડે અન્યથા તેનો દુરુપયોગ થતો જોવા મળે અને આ સમયમાં આતંકી ગતિવિધિ તેજ થતી જોવા મળે. ગુરુ રાહુ યુતિમાં ગુરુએ અભ્યાસ છે અને રાહુ પરિવર્તન છે જે આગામી દિવસોમાં અભ્યાસની પદ્ધતિઓમાં પરિવર્તન સૂચવે છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨