વર્ચ્યુઅલ કરન્સીમાં હાલ સતત ઘટાડો આવતા કંપની દ્વારા લેવાયો નિર્ણય
શેરમાર્કેટની જેમ ક્રિપ્ટો માર્કેટમાં પણ સતત કડાકો બોલી રહ્યો છે અને ટોચના કોઈન્સ તેમનું મૂલ્ય ગુમાવી રહ્યા છે. ક્રિપ્ટો માર્કેટમાં ચાલી રહેલું આ ધોવાણ રોકાણકારો માટે ઘણું પીડાદાયક છે. એટલું જ નહીં છેલ્લા ઘણા સમયથી ક્રિપ્ટો કરન્સી નું ધોવાણ થઈ રહ્યું છે અને રોકાણકારો પણ રાતા પાણીએ રડી રહ્યા છે ત્યારે કોઈન ડીસીએક્સ કે જે ડિજિટલ કરન્સીમાં છે તેને નુકસાનીના પગલે 12 ટકા જેટલા કર્મચારીઓની છટણી કરી દીધી છે.
કંપની હવે વિવિધ નીતિ અને રોકાણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. હાલ વૈશ્વિક સ્થિતિ ને ધ્યાને લઈ સ્ટાર્ટઅપ અને બિઝનેસ માં ઘણા પ્રશ્નો ઉદભવિત થઈ રહ્યા છે તેમાં પણ જ્યારે ક્રિપ્ટો કરન્સીની વાત કરવામાં આવે તો વધુને વધુ લોકો અહીં રોકાણ કરતા નજરે પડે છે. આ ડિજિટલ કરન્સીમાં સતત ઉતાર ચડાવ રહેતા કંપનીઓ પણ ઉઠી રહી છે ત્યારે હાલની સ્થિતિએ જે પ્રશ્ન ઉદભવિત થયા છે તેને ધ્યાને લઈ રોકાણકારોની સાથોસાથ ક્રિપ્ટો કરન્સીમાં કામ કરતી કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને છૂટા કરી રહી છે કારણ કે ઉદભવિત થયેલી નુકસાનીની ભરપાઈ કેવી રીતે કરવી તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. જુલાઈ 2022 માં દર ક્રિપ્ટોના વ્યવહાર ઉપર એક ટકા ટેક્સ લગાડવાનો સરકારનો નિર્ણય થી ડિજિટલ કરન્સી માર્કેટમાં ઉતાર ચઢાવ આવવાનું શરૂ થઈ ગયું છે. જે વ્યાપારી ખૂબ મોટા પ્રમાણમાં ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરતા હોય તેમના માટે આ ખૂબ મોટું જોખમ છે. રીતે કોઈ ડીસીએક્સ ને પણ એક સમયે સારો એવો ફાયદો મળ્યો હતો પરંતુ હાલ વૈશ્વિક પરિપક્ષમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તેને ધ્યાને લઇ કંપની દ્વારા કર્મચારીઓને છૂટા કરવાનું પગલું લેવામાં આવ્યું છે.