આજે વિશ્વ કોફી દિવસ

ભારતમાં કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં થાય છે કોફીનું ઉત્૫ાદન

આંતરરાષ્ટ્રીયસ્તરે વિવિધ દિવસની ઉજવણી કરીને લોકોને જાગૃત કરવામાં આવે છે. આજે ૧લી ઓકટોબરે વિશ્ર્વ કોફી દિવસ તરીકે ઉજવણી થઇરહી છે. કોફીનો ઇતિહાસ જુનો, નિરાળો અને પ્રેમ સાથે જોડાયેલો છે. યુવા વર્ગમાં કોફી શોપની કોલ્ડ, હોટ કોફી પ્રેમસભર વાતાવરણમાં રોમાન્સ લાવે છે. ચા કરતાં કોફી સ્વાસ્થ્ય માટે ઘણી સારી છે. કોફી પીવા અંગે જાગૃતિ માટે વિશ્વભરમાં કોફી દિવસ છેલ્લા દશકાથી ઉજવાય છે. જો કે અલગ અલગ દેશમાં જાુદ જાુદી તારીખે ઉજવાય છે પણ મોટાભાગે ૧લી ઓકટોબરે ઘણાં દેશોમાં ઉજવાય છે. કોફી ઉત્પાદકોની દુર્દશા પ્રત્યે જાગૃતિ લાવવા આ દિવસે મફત કોફી પીવડાવાય છે. ગ્રીટીંગ કાર્ડ પણ મોકલાય છે.

માર્ચ ૨૦૧૪માં એક બેઠક મળીને એકસ્પો-૧પના ભાગરૂપે મિલાત દેશમાં સૌ પ્રથમ કોફી ડે ઉજવાયો હતો. દેશની ઉજવણીમાં મહાનુભાવો પણ જોડાય છે. આજનો કોફી દિવસ યુવા પેઢીનું, નવી પેઢીનું સમર્થન કરે છે. કોવિડ-૧૯ની મહામારીમાં કોફીની ખેતી કરતાં કિશાનો માટે ઘણી સમસ્યાઓ છે.

વિશ્વ કોફી દિવસ એક વૈશ્ર્વિક ઉત્સવ છે. જેમાં કોફી પ્રેમીઓ એક સાથે જોડાય છે. ઇથોપીયાના એક બકરી ચરાવતા માણસે પ્રથમવાર કોફીના બી ની જાણ કરી, તેલ પછી કોફી દુનિયાનો બીજો સૌથી મોટો કારોબાર છે. ભારતમાં દક્ષિણના રાજયનો ઉત્પાદન ક્ષેત્રો અગ્રિમ ફાળો છે. કર્ણાટક ૭૧ ટકા ઉત્પાદન કરે છે. કેર અને તામિલનાડુ પણ ઉત્પાદન કરે છે. ભારત વિશ્ર્વમાં ૬ઠ્ઠા નંબરે છે.

આપણી પાસેથી ઇટાલી, રશિયા અને જર્મની જેવા દેશો કોફી ખરીદે છે. ૩.૯૨ લાખ ટન કોફીની નિકાસ કરીએ છીએ. ૧૯૬૩માં આંતરરાષ્ટ્રીય કોફી સંગઠનની રચના કરાય હતી. કોફી વિશ્ર્વમાં સૌથી વધુ પીવાતું પીણું છે. કોફી ઇમ્યુનીટી બુસ્ટર છે અને તે પીવાથી કિડની ફંકશનમાં સુધારો થાય છે. તે સ્વાસ્થ્ય વર્ધક પીણું છે. ડાયેરીયામાં પણ ડોકટર કોફી પીવાની સલાહ આપે છે.

એક સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું કે બે-ત્રણ વાર કોફી પીનારાને લાંબુ જીવન મળે છે. બ્લેક કોફી પીવાથી ઘણા ફાયદા છે કારણ કે તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામીન બી-પ, બી-૩ અને બી-ર મળે છે. તેમાં કેલેરીની માત્રા પણ બહું ઓછી હોય છે.

તે એન્ટીઓકિસડન્ટ હોવાથી પાર્કિન્સન, અલ્ઝાઇમર, ડિમેન્શિયા જેવા ન્યુરોડિજેરેટિવ રોગોથી બચાવે છે. કોફી તમને યુવાન રાખે છે. તેમાં રહેલ કેફીન ડોપામાઇનનું સ્તર વધારે છે. કોફી પીવાથી તમારો મુડ જલ્દી બદલાય છે.

કોફી બ્રેક સામાન્ય રીતે કામમાંથી હળવાશ અને મગજની બેટરી રિચાર્જ કરે છે. ઘણા લોકો મોનિંગ બ્રેક ફાસ્ટ સાથે કોફી લેતા હોય છે. આજકાલ તો ગ્રીન કોફીથી વજન ઉતારવાના પ્રયોગો થઇ રહ્યા છે. કોફી ૧પમી સદીમાં યમન દેશમાંથી શરુ થઇ, આજે ૮૦ થી વધુ દેશો તેનું ઉત્પાદન કરે છે. કોફી શબ્દ ૧૫૮૨ માં ડચ કોફીના રૂપમાં અંગ્રેજી ભાષામાં નોંધ થઇ હતી. ૧૬મી સદીથી આજ સુધીમાં કોફી યાત્રામાં વિવિધ પરિવર્તનો આવ્યા. આજે તો ઠંડા- ગરમ સાથે અદ્યતન કોફી પાછળ યુવા ધન પાગલ છે. વિશ્વભરના યુવાનો કોફી ટેબલ ઉપર બેસીને વિવિધ વાતો સાથે વાર્તાલાપ કરતાં જોવા મળે છે. ‘કોફી બ્રેક’ શબ્દ એટલે જ પ્રચલિત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.