કેફીન અને મૃત્યુની શક્યતા વિશે પોર્ટુગલના એક સંશોધન મુજબ કોફીમાંનુ ફેકીન નામનું ઘટક ક્રોનિક કિડની ડિસીઝ ધરાવતા લોકોનું આયુષ્ય લંબાવી શકે છે. વિશેષ પ્રમાણમાં કોફી પીતા લોકો પર મૃત્યુનું જોખમ ૨૪ ટકા ઓછુ હોય છે. મહત્તમ જોખમ ૨૪ ટકા ઓછુ હોય છે. મહત્તમ કેફીન લેનારા લોકો કરતા ૭૫ ટકા જેટલું કેફીન લેનાર લોકો પર બાવીસ ટકા અને પચાસ ટકા જેટલું કેફીન લેનારા લોકો પર ૧૨ ટકા મૃત્યુનું જોખમ હોય છે.
૨,૩૨૮ દર્દીઓના સર્વેક્ષણ પર આધારિત આ સંશોધનને ક્ધફર્મ કરવા માટે ક્લિનકલ ટ્રાયલ્સની જરુરીયાત દર્શાવવામાં આવી છે. સંશોધનના પરિણામો હાલમાં ન્યુ ઓર્લિયન્સમાં ચાતા કિડની વીકમાં રજુ કરવામાં આવશે.
અમેરિકન કેમિકલ સોસાયટી જર્નલ ઓફ નેચરલ પ્રોડક્ટસ કોફી પીવાથી ડાયાબિટીઝનું જોખમ પણ ઘટતું હોવાનું જણાવવામાં આવ્યું છે કોફી અને કેફીનની જીવનરક્ષક અસરો વિશ્ર્વ વ્યાપી સંશોધનોનો વિષય બની છે.