અબતક, નવીદિલ્હી
ભારતીયો પહેલેથી જ ચા-કોફીના શોખીનો છે…. ચાની ચુસ્કી, કોફીના ઘૂંટડા વગર તો સવાર ન પડે…. સૌથી ચાહીતું પીણું હોવાછતાં ઘણીવાર આપણે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે વધુ પડતી ચા-કોફી પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ચાની અવેજી એવી કોફીમાં કેફીન દ્રવ્ય હોય છે આથી તે નુકસાનકારક છે પણ આ સાથે ફોફી પીવાના ફાયદા પણ છે. કોફી પણ સિક્કાની બે બાજુની જેમ છે. તમારા સ્વાસ્થ્યને ફાયદો અને નુકસાન બંને કરે છે. આમ આ કોફી કેફીન એટલે કે મજા કરાવે તેવું પીણું છે તો સાથે કોફીન એટલ કે સબપેટીમાં પણ સુવડાવી શકે છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટી, સાન ફ્રાન્સિસ્કોમાં સંશોધન અને ધમની ફાઇબરિલેશન સંશોધન માટે કાર્ડિયોલોજીના સહયોગી વડા ગ્રેગરી માર્કસ, ખઉ, ખઅજની દેખરેખ હેઠળ તાજેતરમાં એક અભ્યાસ કરાયો. અમેરિકન હાર્ટ એસોસિએશનના વૈજ્ઞાનિકોએ 13-15 નવેમ્બર 2021 દરમિયાન એક બેઠક દરમિયાન આ અભ્યાસનો ખુલાસો કર્યો અને કહ્યું કે કેફીનયુક્ત કોફીના સેવનથી સ્વાસ્થ્ય પર ફાયદાકારક અને હાનિકારક બંને અસરો પડે છે. જેમ હૃદયના અસાધારણ ધબકારા, શારીરિક પ્રવૃત્તિમાં વધારો અને ઊંઘની અવધિમાં ઘટાડો થઈ શકે છે.
વિશ્ર્વમાં સૌથી વધુ પીવાતા પીણાં કોફીની અસર સિક્કાની બે
બાજુ જેવી: સ્વાસ્થ્યને નુકસાન તો સાથે મોટા ફાયદારૂપ પણ..!!
એક કપથી વધુ કોફી પીવાથી હૃદયના અનિયમિત ધબકારા બમણા થઈ જાય છે. કોફીનો પ્રત્યેક વધારાનો કપ દરરોજ આશરે 600 જેટલા વધુ પગલાં અને રાત્રે 18 મિનિટ ઓછી ઊંઘ સાથે સંબંધ ધરાવે છે. આ થઈ નુકસાનની વાત હવે ફાયદાની વાત કરીએ તો વૈજ્ઞાનિક માર્કસએ જણાવ્યું હતું કે કોફી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, જેમ કે ટાઈપ 2 ડાયાબિટીસ અને કેન્સરનું જોખમ ઓછું થાય છે જ્યારે લાંબુ આયુષ્ય મેળવવામાં પણ મદદ મળે છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે કોફી એ વિશ્વમાં સૌથી વધુ પીવાતું પીણું છે, તેમ છતાં તેની સ્વાસ્થ્ય અસરો અનિશ્ચિત રહે છે. આ અભ્યાસ 38 વર્ષની વયના 100 લોકો પર કરાયો હતો. તેમાંથી 51 ટકા પુરુષો અને 48 ટકા મહિલાઓ હતી. પુરુષોએ શારીરિક પ્રવૃત્તિ અને ઊંઘને કરવા માટે સતત રેકોર્ડિંગ ઉપકરણો, કાંડામાં પહેરેલા ઉપકરણો અને બે અઠવાડિયા સુધી બ્લડ સુગરના સ્તરને ટ્રેક કરવા માટે સતત ગ્લુકોઝ મોનિટર પહેર્યા હતા.