આદર્શ આચારસંહિતાનું યોગ્ય અર્થઘટન થાય તેવી ડો.પ્રિયવદન કોરાટની માંગ
શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં અલગ અલગ પ્રકારની ચેકિંગ સ્કવોર્ડ હોય છે જેમાં રાજયમાં ઉચ્ચ સ્તરની ગણાતી વિજિલન્સ સ્કવોર્ડ બોર્ડના સભ્યોની બનેલી હોય છે ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થતાં બોર્ડના ચેરમેન એ.જે.શાહે આ તમામ વિજિલન્સ સ્કવોર્ડ વિખેરી આજે બપોરના ૪ કલાકે રદ્દ કરી નાખી.
ચૂંટણી આચારસંહિતાનું ખોટું અર્થઘટન કરીને અધિકારીઓ મનમાની કરે છે જો આવુ લોલમલોલ ચાલ્યું તો હવે એ દિવસો દૂર નથી કે બેંકનો ગ્રાહક બેંકમાં પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવા જાય તો બેંકનો કેશિયર કહેશે કે ચૂંટણી આચારસંહિતા છે રૂપિયા ઉપડશે નહીં.
આમ આક્રોશ સાથે બોર્ડના વરિષ્ઠ સભ્ય ડો.પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડના સભ્યોમાં કોઈ આચાર્ય, શિક્ષક, નિવૃત શૈક્ષણિક કર્મચારી, કલાર્ક કે શાળા સંચાલક હોય કે આમ-લોકસભાની ચૂંટણી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા બોર્ડના સભ્યો અને ચૂંટણીની આચારસંહિતાને કંઈ લેવા અને દેવા નથી, બોર્ડના મોટાભાગના સભ્યોએ ભારે નારાજગી સાથે પ્રશ્ન કર્યો હતો કે શું પરીક્ષામાં સુપરવિઝન શિક્ષકોએ ચૂંટણી આચારસંહિતામાં કરવું જોઈએ કે કેમ ? હવે આદર્શ આચારસંહિતાનું યોગ્ય અર્થઘટન થાય તેવી માંગ બોર્ડ સભ્ય ડો.પ્રિયવદન કોરાટે કરી છે.