આપણે નાળિયેર તેલનો ઉપયોગ વર્ષોથી કરતાં આવી છીએ. અને તે આર્યુવેદિક રીતે પણ લાભદાયી છે. હાર્વર્ડ ખાતે રોગશાસ્ત્રના પ્રોફેસર કરિના મિશેલ્સે દાવો કર્યો હતો કે નાળિયેરનું તેલ તંદુરસ્ત નથી. (ડુક્કરની ચરબી) કરતા વધુ નુકસાનકારક છે કારણ કે તેમાં સંતૃપ્ત ફેટી એસિડ્સની માત્રા વધારે પ્રમાણમાં હોય છે જે ધમનીઓ માટે હાનિકારક છે. તેમણે જણાવ્યુ હતું કે “મેં ફક્ત તમને નાળિયેર તેલ વિશેની ચેતવણી આપી છે,” તેણીએ વધુમાં ઉમેર્યું હતું કે, તેને “સૌથી ખરાબ” ખાવાના ખોરાકમાથી એક કઈ શકાય.
હાર્વર્ડના એક બીજા પ્રોફેસર જે ત્યાંના ન્યુટ્રીસનના પ્રોફેસર છે તેને પણ કરીના મિશેલ્સ સાથે દાવો આપ્યો છે કે નાળિયેરના તેલમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઊચું હોય છે તે માનવ શરીરમાં LDL કોલેસ્ટ્રોલને વધારે છે,જે હદયરોગ માટે ખૂબ જ હાનિકારક છે.અમેરિકાની ત્રીજા ભાગની વસ્તી મને છે કે નાળિયેર તેલ આહાર માટે તંદુરસ્ત છે પરંતુ આ માન્યતા સાથે માત્ર 37% ન્યુટ્રીશનિસ્ત શહેમત છે.માર્કેટિંગને કારણે લોકોમાં નાળિયેર તેલ ખૂબ જ તંદુરસ્ત હોવાની માન્યતા પ્રવર્તતી રહે છે.