- નાળિયેરના કાચલીને નકામુ સમજીને ફેંકી દઈએ છીએ પણ તેમાંથી આકર્ષક વસ્તુઓ પણ બની શકે
- બસોથી વધારે નાળિયેરના કાચલામાંથી વિવિધ કલાકૃતિ બનાવી
- વિવિધ કલાકૃતિ બનાવવા માટે લાગે છે સાત થી આઠ કલાક જેટલો સમય
- સ્કૂલના વિદ્યાર્થીઓને પણ આ કલા શીખડાવીને આગળ વધારી રહ્યા છે
આપણે નાળિયેરના કાચલાને નકામા સમજીને ફેંકી દઈએ છીએ તેમાંથી આકર્ષિત વસ્તુઓ પણ બની શકે છે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં રહેતા શંભુભાઈ મિસ્ત્રી તેઓ નારિયેરના કાચલામાંથી એક થી એક ચડિયાતી આટૅ ડિઝાઇન કરીને બનાવે છે તેમની આર્ટ જોઈને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુનું મહત્વ પણ સમજાય છે આપણે બધા જાણીએ છીએ પરંતુ નાળિયેરનો ઉપયોગ કર્યા પછી આપને તેને ફેંકી દેતા હોય છે પણ શંભુભાઈ જેવા વ્યક્તિઓ નકામા નાળિયેરનો ઉપયોગ કરી તેમાં થી પણ કારીગરી કરીને ઘરની શોભામાં વધારો કરે છે વિવિધ કલાકૃતિ જેવી કે મોર,ચા પીવા માટેના કપ,કિટલી રાધા કૃષ્ણની મૂર્તિ, હંસ,મોર ફ્લાવર પોર્ટ પેન રાખવાના સ્ટેન્ડ,ફૂલદાની,નાવ,મોબાઈલ સ્ટેન્ડજેવી વસ્તુઓ બનાવી છે.
શંભુભાઈ આમ તો વુડન આર્ટિસ્ટ છે અને સાથે વિદ્યાર્થીઓ માટે વર્કશોપ પણ કરે છે તેઓ અત્યાર સુધીમાં 200થી વધારે કલાક્રુતિ બનાવી ચૂકે છે આ કલાકૃતિ નાળિયેરના કાચલામાંથી બનાવે છે અને ઘરની સજાવત માટે લેમ્પ શો પીસ બાઇક દિવાલ પર લટકાવવામાં આવતી ક્રાફ્ટ પણ સામે છે અને તેઓ તૂટેલા નારિયેળના કાચલાનું અને લાકડાનો ઉપયોગ કરીને સુંદર કલા નુ ઉદાહરણ પૂરું પાડે છે
તેમની આ કલાકૃતિ જોઈને લોકોને પણ આટૅ નું મહત્વ પણ સમજાયું છે શંભુભાઈ દ્વારા આજની યુવા પેઢીને પણ આ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવતા શિખડાવવા માટે કાર્ય કરે છે શંભુભાઈ વેસ્ટ માંથી બેસ્ટ બનેલ વસ્તુનું વેચાણ પણ કરે છે સાથે પ્રદર્શન મૂકે છે. લોકો ને પણ અપીલ કરી રહ્યા છે કે આવી વસ્તુ દ્વારા આપણૅ વિવિધ કૃતિ બનાવીને આર્થિક રીતે આગળ આવી શકાય છે.
અહેવાલ : સલીમ ઘાંચી