જન્મથી જ બહેરા-મુંગા બાળકોના ખાનગી હોસ્પિટલમાં લાખોના ખર્ચે થતા ઓપરેશન નિ:શૂલ્ક થશે
અબતક, ઋત્વિક જોશી – નિખીલ મકકા, રાજકોટ
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવીલ હોસ્પિટલમાં હજારો લોકો રોજ સારવાર માટે આવે છે. આ સીવીલ હોસ્પિટલમાં લોકડાઉન બાદ બંધ વધેલા કોકિલયર ઇમ્પ્લાન્ટસ ફરી એક વખત મેદાનમાં આવ્યું છે. ગત તારીખ રપ માર્ચના રોજ ગાંધીનગરથી નિષ્ણાંત તબીબોની ટીમ રાજકોટ આવી બાળકના ઓપરેશને સફળ બનાવ્યું હતું. જેથી બાળકના માતા-પિતા અને પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. ખાનગી હોસ્પિટલમ)ં લાખો રૂપિયાના ખર્ચે થતું આ ઓપરેશન સીવીલમાં તદ્દન મફત કરવામાં આવે છે.
રાજય સરકારના હકારાત્મક વલણના કારણે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ફરીથી આ સર્જરી શરુ કરવામાં આવી છે. જન્મથી બહેરા મુંગા બાળકની સારવાર માટે રાજકોટ સીવીલ હોિસ્5િટલમાં 2019 થી કોરોના કાળને કારણે બંધ કરવામાં આવી હતી. જો કે ફરી રાજય સરકારના સહયોગથી આ સુવિધા રાજકોટમાં જ શરૂ કરવામાં આવી છે. રાજકોટ ઓપીડી વિભાગમાં ગઇકાલે કોકિલયર ઇમ્પ્લાન્ટસની પ્રથમ સર્જર કરવામાં આવી હતી.
આ સર્જરી આવતા હવે સૌરાષ્ટ્ર-કચ્છના જન્મજાત બહેરાશ પણાની ગંભીર બિમારી ધરાવતા બાળકોના જીવનમાં સુમધુર ઘ્વની લહેરાવશે., કોકલિયર ઇમ્પ્લાન્ટસ સર્જર અંગે રાજકોટ સીવીલ ખાતે આવેલા ગાંધીનગર મેડીકલ કોલેજના ઇએનટી સર્જન કે જેમણે અત્યાર સુધીમા માત્ર ગુજરાત નહીં સમગ્ર વિશ્ર્વમાં 1000 જેટલી કોકિલયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી કરી છે. એવા ડો. નિરજ સુરીએ માહીતી આપતા જણાવ્યું હતું. કે, જન્મજાતથી બહેરાશપણુ ધરાવતા બાળકોની સારી શ્રવણ શકિત ન હોવાથી સાંભળવાં અને બોલવામાં તકલીફ પડતી હોય છે. જો તેમની સારવાર ચાર વર્ષની ઉમર સુધીમાં કરવામાં ન આવે તો કાયમી માટે તકલીફ રહે છે. આ માટે કોકિલયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવે છે. જે જન્મજાત બાળકથી તેઓએ તેમની ટીમના ડો. રાજેશ દેપુરી અને ડો. અંકિત દેસાઇ તેમજ સીવીલ હોસ્પિટલના ઇ.એન.ટી. સર્જનને સાથે રાખી.
રાજકોટ સીવીલમાં બે દિવસમાં છ સર્જરી સફળતા પૂર્વક કરી છે. આમા તેને જણાવ્યું હતું કે, આ સર્જરીમાં માત્ર ર0 ટકા અમારો ડોકટરોનો ફાળો હોય છે. બાકીનો 80 ટકા ફાળો સ્પીચ થેરાપીનો હોય છે. જે વર્ષ સુધી કરાવવામાં આવ્યા બાદ બાળક કોકિલયર ઇમ્પ્લાન્ટની મદદથી જે વસ્તુ સાંભળી શકે છે તેને જવાબ પણ સરળતાથી આપી શકે છે.
સીવીલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાધેક્રિષ્ન ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોકિલયર ઇમ્પ્લાન્ટ સર્જરી સિવીલ હોસ્પિટલમાં 2016ની એ વખતે ઇએનટી વિભાગના મુખ્ય ડો. રાજેશ દત્તાએ શરુ કરી હતી. એ પછી ડો. મનીષ મહેતાએ 100 થી વધુ સફળ ઓપરેશન કર્યા હતા.. પરંતુ કોરોના શરૂ થતાં રપ જુનથી આ સર્જરી બંધ કરી દેવામાં આવી હતી. જેને લઇને રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના બાળ દર્દીઓને અમદાવાદ કે ત્યાંથી દુર જવું પડતું હતું. અને અજાણા લોકો સર્જરી માટેના કેસ પણ ઘણા અહી આવતા હોવાથી આ બાબતે ગાંધીનગર રજુઆત કરતાં સરકારના માર્ગદર્શન હેઠળ ડો. નિરજ સુરી અને તેમની ટીમ સપ્તાહમાં એક વખત નિયત કરેલા દિવસે ગાંધીનગરથી આવી આ સર્જરી કરશે. હાલ બે દિવસમાં તેઓએ છ ઓપરેશન કર્યા છે. અને હજુ ઘણા કેશ વેઇટીંગમાં છે.
સરકારે હાલ પુરતી 1પ સર્જરી માટેની મંજુરી આપી છે. પત્રકાર પરિષદમાં ગાંધીનગર મેડીકલ કોલેજના ઇ.એન.ટી. સર્જન ડો. નિરજ સુદી, સીવીલ હોસ્પિટલના ઇન્ચાજ સુપ્રિ. ડો. આર.એસ. ત્રિવેદી, મેડીકલ ઓફીસર ડો. મહેન્દ્ર ચાવડા, ડો. રાજેશ દેપુરી, અને ડો. અંકિત દેસાઇ સાથે રહ્યા હતા.