અબતક, રાજકોટ

રાજકોટમાં ફરી એક વાર સાંભળવાની શક્તિ વાળા બાળકોને  આરબીએસકે અંતર્ગત કોક્લિયર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ છે  જેમાં ગાંધીનગરના સર્જન  ડો.નિરજા સુરી કે જેમણે અત્યાર સુધીમાં 1000 થી પણ વધારે બાળકોને સાંભળતા તેમજ બોલતા કર્યા છે  અને ઓપરેશન કર્યા છે અને આ ઉપરાંત વાલીઓને ખૂબ જ સહેલાઈથી સમજાય જાય તેવી “સ્પીક બુ ” બુક લખી છે જે બે દિવસ રાજકોટ સિવિલ માં  કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ ખૂબ જ ઝડપથી ચાલે  તે માટે અથાક પ્રયત્નો કરવા આવ્યા  છે અને તેઓ બે દિવસમાં છ બાળકોની સર્જરી તેમના ગાઇડન્સ નીચે રાજકોટ ઇએનટીના સ્પેશિયાલિસ્ટ ડો.સેજલ મિસ્ત્રી સર્જરી કરવાના છે. આજ રોજ ડો.નીરજા સુરી અબતક મીડિયા હાઉસના ખાસ અતિથિ બન્યા હતા અને આ અંગે તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી અને કોરોના અને મ્યુકરના કારણે આ ઓપરેશન બંધ કરવામાં આવ્યા હતા પરંતુ કોરોનની લહેર ધીમી પડતા હવે આ ઓપરેસન ફરી સારું કરવામાં આવ્યા છે જેમાં આજ રોજ અને કાલે એમ બે દિવસ છ બાળકોની કોકરિયલ ઈનપ્લાન્ટની સર્જરી કરવામાં આવવાની છે.

 

ગુજરાતમાં કોકિલયર પ્લાન્ટની સર્જરી સૌથી વધુ કરવામાં આવે છે: ડો.નિરજા સુરી

ઇ.એન.ટી.ના સ્પેશ્યાલીસ્ટ ડો. નિરજા સુરીએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દર વર્ષે 2000 થી 3000 જેવા બાળકો એવા જન્મ લે છે કે જે સાંભળી શકતા નથી અને બોલી શકતા નથી અને બધા જ શહેરોમાં આ આંકડા અલગ અલગ છે. કોરોના કારણે આવે બાળકોની સર્જરી બંધ રાખવામાં આવી હતી. અને તેનું ટેસ્ટીંગ બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે કોરોનાની બીજી લહેર જતાં અને કેસોમાં ઘણો ઘટાડો થતા હવે આવા  ઓપરેશન ધીમે ધીમે શરુ કરવામાં આવ્યા છે. અને ગાંધીનગરમાં પણ ઓપરેશન શરુ કરવામાં આવ્યા છે. રાજકોટમાં આ ઓપરેશનની ટેનીંગ પ્રોસેસ ચાલી રહ્યું છે. જેનું આજરોજ અને કાલે એમ મળી 6 સર્જરી કરવાના છીએ. અને દર મહીને અમે સર્જરી કરવાના છીએ.

Screenshot 15 1

ગુજરાતમાં હેલ્થ મીનીસ્ટર નીતીનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ કોરોના સમયમાં ન્યુ બોન હેરનીશ હોય છે. તેની મેટીટરી કર્યુ અને તેની મશીનની પણ ખરીદી કરવામાં આવી છે અને બધા જ સીવીલ હોસિપટલમાં આ મશીન મોકલવામાં આવી છે. જે મશીનમાં બે મીનીટમાં તપાસ થઇ શકે છે. કે બાળક સાંભળી શકે છે કે નથી સાંભળી શકતું અને જો તેમ લાગે કે બાળક નથી સાંભળી શકતું તો તેની બેરા ટેસ્ટીંગ કરવામાં આવે છે અત્યારે પ થી 6 વર્ષના બાળક ઓપરેશન માટે આવે છે. ગુજરાત એક પહેલું રાજય છે. તેનું ન્યુ બોન રિયારીંગ સ્કીનીંગ મેડેટરી કર્યુ છે આટલા મોટા સ્થાન પર ઘણી વાર ઉમર જતી રહે છે તો ઓપરેશનમાં મોડ થઇ જાય છે તો એવા કેસમાં સરકાર કામ કરી રહી છે. અને જેમાં આરબીએસનું આયોજન છે જેમાં બધી ટીમ આગળવાડી વર્કસ આવે છે. અને ડોકટરો ઘર પર વીઝીટ કરે છે અને જો કોઇ બાળકમાં ખામી મળે તો તેને હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે.

કોકરેયલ પ્લાન્ટ સર્જરી એ સરળ સર્જરી છે. અને તે માત્ર એક કલાકમાં થઇ જાય છે. અને તેમાં એવું કશું નથી કે તેના મગજમાં કાઇ ફીટ કરીએ છીએ. જેમાં તમારા કાનના ત્રણ ભાગના અંદરના ભાગમાં ઇલેકટ્રો દ્વારા સ્ટુમીલેટ કરવામાં આવે છે અને આ કોઇ બ્રેઇન સર્જરી હોતી નથી અને લોકો આમાં નાગરીક પાસે જાય છે કાનમાં ટીપાં નખાવે છે તેનાથી તમે તમારા બાળકની સર્જરી મોડી કરો છો. બધાના મગજમાં એવું છે કે ઓપરેશનમાં ઘણો મોટો ખર્ચો આવે છે પરંતુ તે ખર્ચો માત્ર સરકાર જ ઉઠાવે છે અને જેમાં એપ્લાન્ટ અને થેરપી પણ ફીમાં આપે છે. અને બધાથી વધુ સર્જરી ગુજરાતમાં કરવામાં આવે છે અને અંતમાં એ કહીશ કે તમારા પરમાં બાળકનાં જન્મ થાય છે ત્યારે તે ઘરમાં ખુશીઓ લઇને આવે છે પરંતુ અમુક ટેસ્ટ તેના કરાવવા જોઇએ અને જેથી ખબર પડી શકે છે. અને જેનું સમયસર ઓપરેશન કરી શકીએ છીએ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.