જન્મથી જ સાંભળવા અક્ષમ્ય બાળકોને રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી અને સ્પીચ થેરાપી પુરી પાડવામાં આવે છે. રાજકોટ રીજીયનના 33 બાળકોની સ્પીચ થેરાપી હાલ ચાલી રહી છે. જેના ેપ્રોગ્રેસ જાણવા કલેકટર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતાં.
વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઆ ેવિભાગ ખાતે કલેકટર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમા ંઆયોજિત કાર્યક્રમમાં 20 જેટલા બાળકો અને તેમના વાલીઓએ ઉપસ્થિત રહી સ્પીચ થેરાપી દરમ્યાન બાળકોનો પ્રોગ્રેસ જણાવ્યો હતો.
કાલી કાલી ભાષામાં બાળકોને કક્કો, એ.બી.સી.ડી. અને કવિતા બોલતા જોઈ કલેકટર થયા પ્રભાવિત
બાળકોએ કલેકટર સમક્ષ કક્કો, કવિતા, પરિવારજનોના નામો બોલીને સંભળાવ્યા હતાં. બાળકોને કાલી કાલી ભાષામાં બોલતા સાંભળી કલેકટર પ્રભાવિત થયા હતાં. કલેકટરએ આ તકે જણાવ્યું હતું કે, કોકલીયર ઇમ્પ્લાન્ટથી બાળકોની સાંભળવાની બોલવાની ક્ષમતા ખીલતા તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય છે અને બાળકોની તેજસ્વીતા બહાર આવે છે. સરકાર દ્વારા બહેરાસ ધરાવતા બાળકોને સાંભળતા બોલતા કરી મુખ્ય પ્રવાહમાં બાળકોને ભેળવવાંના પ્રયાસો બદલ તેમને સમગ્ર રાજ્ય સરકાર વતી સમગ્ર આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો. કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જન ડો. સેજલ મિસ્ત્રીએ ઇમ્પ્લાન્ટ બાદ સ્પીચ થેરાપીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, ઓપરેશન બાદ બાળકોને ડીસ્ટ્રીકટ અર્લી ઈન્વેનશન સેન્ટર ખાતે સપ્તાહમાં એક એમ કુલ 100 સેશનમાં ખાસ ટ્રેનર દ્વારા વાલીઓની ઉપસ્થિતિમાં સ્પીચ થેરાપી આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારે થતી સર્જરી અને મશીનની કિંમત તેમજ સ્પીચ થેરાપીનો ખચ રૂર્. 10 લાખ જેટલો થાય છે. જે સેવા સરકારી હોસ્પિટલમાં 139 બાળકોન ેનિ:શુલ્ક પુરી પાડવામાં આવેલી છે. આજરોજ આયોજિત ફીડબેક વર્કશોપમાં સ્પીચ થેરાપી સેન્ટરના પ્રતિનિધિ, કોકલીયર મશીન પ્રોવાઈડ કરતી કંપનીના અધિકારી ઈ.એન.ટી. વિભાગના ડોક્ટર્સ તેમ જ સ્ટાફ અને લાભાર્થી બાળકો અને તેના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં.