કોઠારિયા હુડકો કવાર્ટરની પરિણીતાને ધમકી દઇ પાડોશીએ ગુજાર્યો બળાત્કાર
ટીવી સિરિયલમાં મોડેલીંગનું કામ કરવાના સપના સાથે ત્રણેક વર્ષ પહેલાં જામનગરથી રાજકોટ આવેલી સગીર બાળાને ફસાવી મોચી શખ્સે બળાત્કાર ગુજારી કુવારી માતા બનાવી બાળકને ઉઠાવી ગયાની અને કોઠારિયા રોડ પર આવેલા હુડકો કવાર્ટરની પરિણીતાને ધમકી દઇ પાડોશી શખ્સે અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ જામનગરના મોરકંડા રોડ પર રહેતી ૧૫ વર્ષની તરુણીનો ફેશબુક પર રાજકોટના શખ્સ સાથે પરિચય થતાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. રાજકોટના શખ્સ મોચી હોવા છતાં પોતે મુસ્લિમ હોવાનું કહી ટીવી સિરિયલમાં મોડેલીંગનું કામ અપાવવાની લાલચ દેતા તરૂણી પોતાની માતા સાથે ત્રણેક વર્ષ પહેલાં ચંદનપાર્કમાં રહેવા આવી હતી.
ગાંધીગ્રામના ગાંધીનગર વિસ્તારમાં રહેતા હિરેન ભીખુ મકવાણાએ પોતાનું અલી ઇમરાણ મેણું નામ હોવાનું કહી તરૂણીને ફસાવી બળાત્કાર ગુજારતા તરૂણી ગર્ભવતી બની હતી. તરૂણીની માતાએ હિરેન મકવાણાને ઠપકો દઇ ફરિયાદ કરવાનું કહેતા પોતે લગ્ન કરશે તેમ કહી તેણીનો ગર્ભપાત કરાવવા હિરેન મકવાણાએ પ્રયાસ કર્યો હતો પણ તેણીને હહૃયની બીમારી હોવાથી ગર્ભપાત ન થઇ શકતા ૧૫ વર્ષની તરૂણી કુવારી માતા બની પુત્રને જન્મ આપ્યો હતો.
હિરેન મકવાણાએ આકાંશા નામની યુવતી સાથે કુકાવાવ ખાતે લગ્ન કરી તરૂણીનું ગળુ દાબી હત્યાનો પ્રયાસ કરી ખૂનની ધમકી દેતા ગભરાયેલી તરૂણીએ મહિલા પોલીસ મથકના ફરિયાદ નોંધાવતા પોલીસે હિરેન મકવાણા અને તેની પત્ની આકાંશા સામે ગુનો નોંદી શોધખોળ હાથધરી છે.
જ્યારે કોઠારિયા રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં રહેતી વણિક પરિણીતાને તેના પાડોશમાં રહેતા નકુલ કુંવરજી મિયાત્રા નામના શખ્સે ધાક ધમકી દઇ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વણિક પરિણીતા દોઢેક વર્ષ પહેલાં દિપ્તીનગરના બગીચામાં પોતાના પુત્ર સાથે વોકીંગમાં ગઇ હતી ત્યારે નકુલ મિયાત્રાએ પોતાનો મોબાઇલ નંબર આપી કોલ કરવા કહ્યું હતું. કોલ ન કરતા બે દિવસ બાદ નકુલ મિયાત્રાએ પોતાનો નંબર સેવ કરેલો મોબાઇલ પરાણે આપ્યો હતો અને કોલ નહી કરે તો તારા પતિ અને પુત્રને મારી નાખશે તેવી ધમકી દીધી હતી.
થોડા દિવસો બાદ પરિણીતાએ નકુલ મિયાત્રા સાથે ફોનમાં વાત કરતા તેને ભક્તિનગર સોસાયટીના બગીચામાં મળવા માટે બોલાવી હતી.ત્યાં ધમકી દઇ ભૂતખાના ચોકમાં આરઆર હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યા બાદ દોઢ માસમાં ઘરે આવીને અને હોટલમાં લઇ જઇ અવાર નવાર બળાત્કાર ગુજારી ધમકી દીધા બાદ રૂ.૩૫ હજાર પડાવ્યા બાદ રૂ.૧ લાખની માગણી કરતા તેણીએ પોતાના પતિને વાત કરી ભક્તિનગર પોલીસમાં નકુલ મિયાત્રા સામે બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવતા પી.આઇ. વી.કે.ગઢવી સહિતના સ્ટાફે ગુનો નોંધી નકુલ મિયાત્રા સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.