કચ્છના અખાતમાં માંડવી બીચ (કાશી વિશ્વનાથ મંદિર બીચ) ખાતે 21મી સપ્ટેમ્બર, 2024ના રોજ “આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન-અપ ડે” અને “સ્વચ્છ ભારત અભિયાન”ના ભાગરૂપે કોસ્ટલ ક્લીન સીઝ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દરિયાકિનારાના મહત્વ અંગે સંલગ્ન અને જાગૃતિ લાવવાનો અને આપણા પર્યાવરણના વધુ સારા કારભારી બનવાનો છે. આ પ્રદેશમાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલોજી, ભુજ નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (NCCR), ચેન્નાઇ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES), ભારત સરકારના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે ડૉ. વી. વિજય કુમારના નિર્દેશનમાં આ અભિયાનનું સંકલન ડૉ. દુર્ગા પ્રસાદ બેહેરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન તરીકે આવેલા અદાણી એન્ડ લોજિસ્ટિકના પર્યાવરણ અધિકારી ભાગવત સ્વરૂપ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી વતી ડો.જયશ ભટ્ટ અને ડો.બાલાજી પ્રસાથની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં સારસ્વતમ સંચલિત મસ્કા હાઇસ્કૂલ, માંડવી સરકારી સાયન્સ કોલેજ, આર.આર.લાલન કોલેજ, ભુજના કુલ 130 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ સરકારી રાયન સ્કૂલ અને સિક્યોર નેચર માંડવીની NGO અને અદાણી પોર્ટ અને લોજિસ્ટિકના અધિકારીઓ, ગુજરાત ઇકોલોજી સંસ્થાના વૈજ્ઞાનિક અને સંશોધક સહિતાઓની ભાગીદારીથી આ કાર્યક્રમને ભવ્ય સફળતા મળી હતી
આ સાથે દરિયા કિનારેથી એકત્ર કરાયેલ કુલ 157 કિલો દરિયાઈ કચરાનો માંડવી પાલિકાના વાહન દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો.