દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારના દરિયામાં નવમી નેશનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝનું આયોજન ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા 25મીએ કરવામાં આવેલું. આ એક પ્રકારની મોકડ્રીલ હોય છે જેમાં દરિયામાં વિવિધ અકસ્માત સર્જી તમામ સ્ટેક હોલ્ડરની તૈયારીઓ અને ટાઈમિંગ ચકાસવામાં આવે છે. કોઈ પણ પ્રકારના અકસ્માત સમયે આપણે લડવા કેટલાં સજ્જ છીએ  ? તે બાબતની આ તકે ચકાસણીઓ થતી હોય છે.

31થી વધુ દેશોની કંપનીઓ સહિત કુલ 80 પ્રતિનિધિઓ નેશનલ લેવલના ઓપરેશનમાં જોડાયા

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દેશમાં 4 બંદરો પર ચેન્નાઇ, મુંબઇ, પોર્ટ બ્લેર, વાડીનારમાં પોલ્યુશન સેન્ટર બનાવાયા

IMG 20231127 WA0003

વાડીનારના દરિયામાં 25મીએ યોજાયેલા આ ઓપરેશનમાં કુલ 31 દેશોના કુલ 80 સ્ટેક હોલ્ડર (સંબંધિત પક્ષકારો) જોડાયા હતાં. અને આ દિલધડક ઓપરેશનમાં ભાગ લીધો હતો. આ ઓપરેશનમાં આર્મીના નાના વિમાનો પણ જોડાયા હતાં. સમગ્ર ઓપરેશન ભારતીય કોસ્ટગાર્ડના ડાયરેક્ટર જનરલ રાકેશ પાલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ભારત તથા ગુજરાત સરકારના વિવિધ મંત્રાલયો, વિવિધ પોર્ટસ તથા ઓઈલ હેન્ડલીંગ કંપનીઓ સહિતના સ્ટેક હોલ્ડર જોડાયા હતાં.

નેશનલ ઓઈલ સ્પીલ ડીઝાસ્ટર ક્ધટીજન્સી પ્લાન હેઠળ આ ઓપરેશન કરવામાં આવ્યું હતું.  એટલે કે દરિયામાં મોટાં જથ્થામાં  અકસ્માતે ઓઈલ ઢોળાઈ જાય તો આ પાણી પ્રદૂષણને આગળ વધતું કેમ અટકાવવું અને તેનો ત્યાં જ નાશ કેમ કરવો  ? વગેરે બાબતોમાં તથા શિપ દુર્ઘટના સમયે દરિયામાં ડૂબી રહેલાં લોકોને કેમ બચાવવા વગેરે ઓપરેશન કરી તમામ તંત્રોનું આંતરિક સંકલન ચકાસવામાં આવ્યું.

દરિયામાં ફેલાતાં પ્રદૂષણને અટકાવવા ભારતીય કોસ્ટગાર્ડ પાસે દરિયાઈ ઉપરાંત આકાશી સાધનો અને વ્યવસ્થા પણ છે. કોસ્ટગાર્ડ પાસે પોલ્યુશન રિસ્પોન્સ વેસલ, ઓફશોર પેટ્રોલ વેસલ, એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર અને ડોર્નિયર વિમાનોનો કાફલો હોય છે. આ ઓપરેશનમાં તમામ મોટાં બંદરોએ પોતાની મેરીટાઈમ એસેટસને પણ કામે લગાડી હતી. IMG 20231127 WA0011

1986ની સાતમી માર્ચથી દેશના શિપિંગ મંત્રાલયે આ દરિયાઈ પ્રદૂષણ રોકવાની જવાબદારીઓ ભારતીય કોસ્ટગાર્ડને સોંપી છે. 1993ની સાલમાં કમિટી ઓફ સેક્રેટરીઝ દ્વારા દરિયામાં ઓઈલ સ્પીલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પણ ભારતીય કોસ્ટગાર્ડને સોંપવામાં આવ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દેશમાં કુલ 4 બંદરો પર- ચેન્નઈ, મુંબઈ, પોર્ટ બ્લેર અને વાડીનાર- પોલ્યુશન રિસ્પોન્સ સેન્ટર બનાવવામાં આવ્યા છે.

શા માટે આ પ્રકારની મોકડ્રીલ આવશ્યક હોય છે?

દેશની ઓઈલની કુલ જરૂરિયાત પૈકીનું 75 ટકા જેટલું ઓઈલ આપણે બંદરો મારફતે આયાત કરીએ છીએ. આ કામગીરીઓ દરમિયાન દરિયાઈ પ્રદૂષણ તથા અકસ્માતો સર્જાતા હોય છે. તેથી આ પ્રકારની તમામ તૈયારીઓ રાખવી આપણાં માટે ફરજિયાત છે. આ તમામ કામગીરીઓ માટે ભારતીય કોસ્ટગાર્ડ મધ્યસ્થ સંકલન એજન્સી તરીકે ભૂમિકાઓ નિભાવે છે.

ભારતીય  કોસ્ટગાર્ડ પાસે 157 જહાજો છે: એ.કે.હરબોલાIMG 20231127 WA0012

અબતક સાથેની  ખાસ વાતચિતમાં ભારતીય  કોસ્ટગાર્ડ નોર્થ વેસ્ટ રિઝનના કમાન્ડર એ.કે.  હરબોલાએ જણાવ્યું હતુ કે ભારત સરકારના માર્ગદર્શન હેઠળ અમારૂ  એક નેશનલ ઓઈલ   ક્ધટીનજન્સી પ્લાનીંગ  હોય છે, જે એક ડોકયુમેન્ટ છે જે કોસ્ટગાર્ડ દ્વારા બનાવાયું છે. જેમાં સમુદ્રમાં દુર્ઘટના  થાય જેમાં ઓઈલ સમુદ્રમાં  ઢોળાઈ જાય ત્યારે તે ઓઈલથી થતા પદુષણને કેવી રીતે  ઓછુ કરી  શકીએ તે માટેની જરૂરી એસ.ઓ.પી. હોય છે.   આ  નવમી   અંતર્ગત  અમે પહેલા પેપર  પર પ્રેઝનટેશન દ્વારા એકસરસાઈઝ કરી હતી આજે અમે સમુદ્રમાં  મોકડ્રીલ કરી હતી. ભારતીય  કોસ્ટગાર્ડ પાસે  157 જહાજો 80 એરક્રાફટ હેલીકોપ્ટર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.