મિશન 2019ને ધ્યાનમાં રાખીને દિલ્હીના રામલીલા મેદાનમાં થઈ રહેલીબીજેપીની બે દિવસની રાષ્ટ્રીય પરિષદની બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકમાં ભાગ લેવા માટે આજે વડાપ્રધાન મોદી પણ રામલીલા મેદાન પહોંચ્યા હતા. રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં 10 હજાર કાર્યકર્તા, સાંસદો અને ધારાસભ્યો સામેલ થયા છે. અહીં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષ ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા.

અહીં વડપ્રધાન અખિલેશ અને માયાવતની ગઠબંધન ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, એક કહેવત છે કે- જે ઉંઘતુ હોય તેને જગાડી શકાય છે. પરંતુ જે જાગી ગયું છે અને છતા ઉંઘવાનો ડોળ કરે છે તેને ઉઠાડી શકાય નહીં. જે પક્ષનો જન્મ કોંગ્રેસના કારણે અને કોંગ્રેસ વિરોધ કરવા માટે થયો હતો તેવા જ વિરોધી પક્ષો આજે એક થઈ રહ્યા છે.

તેલંગાણામાં ગઠબંધનનો ખૂબ ખરાબ રીતે પરાજય થયો છે અને કર્ણાટકમાં જ્યાં સરકાર બની છે ત્યાંના મુખ્યમંત્રી કહે છે કે, તેઓ ક્લર્ક બનીને રહી ગયા છે.

હજી આ તો ગઠબંધનનું ટ્રેલર છે, ફિલ્મ આવવાની તો બાકી છે. આવું પહેલી વખત થઈ રહ્યું છે કે, માત્ર એક વ્યક્તિનો વિરોધ કવા માટે બધા એખ થઈ રહ્યા છે. આમના ઈરાદા શું છે તે આપણે સમજવાના છે કે આ લોકો ભેગા થઈને એક મજબૂરી વાળી સરકાર બનાવવા માગે છે જેથી તેમની દુકાન ચાલતી રહે. તેઓ એવી મજબૂર સરકાર બનાવવા માંગે છે કે, તેમના પોતાના લોકોનું ભલુ થાય પરંતુ જનતા એવી મજબૂત સરકાર ઈચ્છે છે

 જેનાથી દેશના ખેડૂતો સશક્ત બની શકે. મોદીએ કહ્યું કે, આ મજબૂર સરકાર ઈચ્છે છે કે, ફરી કોમનવેલ્થ ગેમ જેવા કૌભાંડ થઈ શકે જ્યારે મજબૂત સરકાર ઈચ્છે છે કે, દેશના ખેડૂતોની સ્થિતિમાં સુધારો આવે. તેઓ પક્ષને જોડી રહ્યા છે અને અમે જનતાનું દિલ જોડવા ઈચ્છીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.