એક ચા ની હોટલવાળા દરરોજ એક હજાના કોલસાની જરૂર પડે છે. હવે તેની સામે ગેસના એક બાટલાને કારણે બે દિવસ ચાલશે

રંગીલું રાજકોટ ચા અને પાનનાં શોખીન હોવાથી સવારથી સાંજ જાણિતા ચા વાળાને ત્યાં ટોળા ઉમટી પડે છે. ચા ની બાજુમાં પાનવાળાને ત્યાં પાન-ફાકીનો ધંધો પણ શહેરમાં વિકસી રહ્યો છે. નાસ્તા સાથે કે નાસ્તા બાદ ચા ની ચુસ્કી રાજકોટિયન્સની પહેલી પસંદ હોય છે.

સમગ્ર દેશમાં કોલસાની તંગીના પગલે સૌથી મુશ્કેલી ચા ના આ સગડાઓ ઉપર પડી છે. કોલસાથી જ ચા સારી રીતે ઉકળતી હોવાથી વર્ષોથી ચા વાળા કોલસા વાપરતા હોય છે. દરરોજ દોઢ થી બે બાચકા કોલસા મોટા ચા વાળાને જરૂર પડતી હોવાથી એક અંદાજ મુજબ એક હજાર રૂપિયાના કોલસાની જરૂરિયાત રહેતી હોય છે.

કોલસાની તંગીને કારણે મેળવવાની તકલીફ બે-ત્રણ દિવસથી પડતાં હવે ચા ની હોટલવાળાએ કોર્મશિયલ ગેસના બાટલા વડે ચા પકડવાનું શરૂ કર્યું છે. અંદાજે 1680 રૂપિયાનો આ બાટલો હોટલવાળાને બે દિવસ જેટલો ચાલતો હોવાનું જાણવા મળે છે.

આજે શહેરમાં એક ચા ના 20 થી 25 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે ત્યારે સવારથી સાંજ ‘ચા’ ઉકાળતા હોટલોની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. ઝાડવા નીચે કે ફૂટપાથ પર ચા ની હોટલો શહેરમાં જોવા મળી રહી છે. અમુક ચા વાળાઓ એટલા જાણીતા બન્યા છે કે દૂરદૂરથી લોકો ચા પીવા ત્યાં નિયમિત આવતા હોય છે.

કોલસાની તંગીએ વિજસંકટ ઉભુ કર્યું છે તો આ ચા વાળાને પણ તકલીફ કરી છે. ચા ને જેમ વધુ ઉકાળો તેમ તેમ તેનો ટેસ્ટ વધુ ટેસ્ટી બનતી હોવાથી કોલસાના તાપે સતત ચા ના ઉફાળા ચા વાળા લેતા હોય છે.

રાજકોટવાળા ગમે તેવી મુશ્કેલીમાંથી મારગ શોધી લેતા હોવાથી કોલસાની તકલીફમાં પણ વિવિધ રસ્તાઓ શોધીને ચા ની ચુસ્કીનો ટેસ્ટ રાજકોટિયન્સ માટે અકબંધ રાખ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.