કોલસાની ગુણવત્તા સ્પર્ધા અને પારદર્શકતા અર્થતંત્ર માટે લાભકારી: પિયુષ ગોયલ
૧૯૭૩ બાદ કોલસાની ખાણોના નિયમો અંગે સરકારે મહત્વનો ફેંસલો આપ્યો છે. કે ખાનગી કંપનીઓ પણ ફયુલ અને કોલસાની ખાણો ખોલી શકશે.
રેલવે મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્રે કોલસાની ખાણોનો ઇજારો સોંપાતા તેમાં ઘણાં ફેરફારો અને સધારાઓ આવશે. કેબીનેટ મીટીંગમાં આ મસમોટો નિર્ણય લેવાયો હતો.
ગોયલે જણાવ્યું હતું કે ખાણોને ખાનગી વિસ્તારમાં નાખવાથી તેમાં મોનોપોલી અને સ્પર્ધામાં વધારો થશે. અને તેનાથી ગુણવતામાં વધારો થશે અને લાખો નોકરીઓની તકોનું સર્જન થશે. અને રોકાણમાં પણ વૃઘ્ધિ થશે કોલસા ક્ષેત્રે પણ વધુમાં વધુ રોકાણ થવાથી અર્થતંત્રનો વિકાસ થશે. ઉદ્યોગ સાહસિકોને પણ કોલસાની ખાણો કરવા માટેની તકો મળી રહેશે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં લેવાયો હતો. માલીકો પોતાની ખાણના કોલસા વહેચવા માટેે અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે. ૧૯૫૭ ના ખાણ ખનીજ નિયમો બાદ આજે ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે.
જેના ભાગરુપે તેઓ કોલસાના વેચાણ માટેની હરાજી પણ કરી શકશે. મંત્રીએ જણાવ્યું હતું કે મોટી, માઘ્યમીક, અને નાની ખાણો હવે ખાનગી કંપનીઓને હવાલે કરાશે. કારણ કે ખાનગી ક્ષેત્રનું વિકાસ પણ રાષ્ટ્રનો વિકાસ છે. તેથી કોલસાની ગુણવતામાં પણ વધારો થશે. આ પૂર્વ કોલસાની ખાણો માટે માત્ર સરકારનો જ હકક હતો ત્યારે હવે ખાનગી કંપનીઓને પણ મંજુરી અપાઇ છે.