વૈચારિક મતભેદ ઝઘડો ન કહેવાય: રવિ શાસ્ત્રી
કોઈપણ ખેલ જ્યારે એક ટીમ સો રમાતો હોય ત્યારે ટીમના ખેલાડીઓ વચ્ચે મતભેદ હોય તો નવાઈ ન કહી શકાય. કારણ કે, કોઈ એક ખેલાડીના વિચારો ટીમના અન્ય ખેલાડીઓની જેમ સરખા કોઈ દિવસ ન હોય શકે જેી તે મતભેદને વિવાદ ના ગણવો જોઈએ. ત્યારે ભારતીય ટીમમાં ટીમના સુકાની વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે જે મતભેદો ચાલી રહ્યાં છે ત્યારે અન્ય લોકો દ્વારા તેને વિવાદ ગણાવવામાં આવી રહ્યો હોય તે સમયે ટીમના હેડ કોચ રવિ શાીએ જવાબ આપતા જણાવ્યું છે કે, તેમના વચ્ચે માત્ર મતભેદ જ છે નહીં કે કોઈ વિવાદ.
ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે થયેલ મતભેદની ખબરો પર પોતાનો પક્ષ મૂક્યો છે. શાસ્ત્રીએ આ બંને ખેલાડીઓ વચ્ચે ચાલી રહેલ લડાઇની ખબરોનું ખંડન કર્યું છે. શાસ્ત્રીએ કહ્યું છે કે, ૧૫ લોકોની ટીમ છે તો જરૂરી નથી કે, સૌ કોઇના વિચાર મળે. આ સિવાય શાસ્ત્રીએ તમામ ખેલાડીઓના વખાણ કરતા કહ્યું કે, તમામ લોકોને પરોતાની ભૂમિકાની ખબર છે.
શાસ્ત્રીએ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જુઓ હું ડ્રેસિંદ રૂમની પાસે ઘણા વર્ષોથી છું. મેં જોયું છે કે, તમામ લોકોએ કેવું પ્રદર્શન કર્યું છે અને કેવી રીતે ટીમને સપોર્ટ કર્યો છે. તમામ લોકોને પોતાના કામની જાણકારી છે. મને લાગે છે કે, આ પ્રકારની વાતો ફાલતું છે. હું ટીમની સાથે રહ્યો છું અને મને ખબર છે કે તેઓ કેવી રીતે રમે છે. જો બંન્ને ખેલાડીઓ વચ્ચે કોઇ મતભેદ હોતો તો રોહિત શર્મા વિશ્વકપમાં પાંચ સદી કેવી રીતે ફટકારી શકે? બંન્ને વચ્ચે ભાગીદેરી કેવી રીતે જોવા મળતી.
શાસ્ત્રીએ આ સિવાય જણાવ્યું કે, ટીમના ડ્રેસિંગ રૂમનો માહોલ એવો છે કે, આવનારા નવા ખેલાડીઓ પણ પોતાની વાત રાખી શકે છે. તેમણે કહ્યું કે,એક એવી ટીમ કે જ્યાં તમારી પાસે ૧૫ ખેલાડી છે તો એવી પણ તકો આવે છે કે, જ્યારે સૌ કોઇના વિચાર મળતા નથી. આવું થવુ પણ જોઇએ. હું નછી ઇચ્છતો કે તમામ લોકો એક ચાલમાં રહે. તમારે ખેલાડીઓને તક આપવાની હોય છે કે તેઓ ખુલીને પોતાની વાત કહી શકે.