200 જેટલા કોચિંગ કલાસના આશરે 10,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા તથા કોચિંગ ક્લાસ એસો., રાજકોટના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ રાજકોટ અભિયાન શરૂ કરવાનું આયોજન કરેલ છે જેના અનુસંધાને તા.20/02/2022ના રોજ વોર્ડ નં.13 ગુરૂપ્રસાદ સિવિક સેન્ટર તથા વોર્ડ નં.1માં જાસલ કોમ્પલેક્ષમાં આવેલ આઈસ ઇન્સ્ટીટયુટ ખાતે સ્વચ્છતા શપથવિધી કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે શાસકપક્ષ નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્ર સિંહ વાળા, વોર્ડ નં.13 ના કોર્પોરેટર જયાબેન ડાંગર, સોનલબેન સેરાળા, વોર્ડ નં. 1ના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, ડે.કમિશનર એ.કે. સિંહ, પર્યાવરણ અધિકારી નિલેશભાઈ પરમાર, રાજકોટ શહેર ભાજપના મંત્રી યુવરાજસિંહ ગોહેલ, વોર્ડ નં.13ના કેતનભાઈ વાછાણી, મહામંત્રી ધિરૂભાઈ તળાવિયા, વોર્ડ નં.1ના મહામંત્રી જયરાજસિંહ જાડેજા તેમજ કોચિંગ ક્લાસના પ્રમુખ પ્રકાશભાઈ કરમચંદાણી, જનરલ સેક્રેટેરી હાર્દિક ચંદારાણા, વાઈસ પ્રેસિડેન્ટ છગ ધર્મેશભાઈ, એડવાઈઝરી હેડ નિકુંજભાઈ ચનાભટ્ટી તથા કોર કમિટીના ધવલભાઈ પોપટ, અમિતભાઈ વખારિયા, જયદીપ ભાઈ ગઢીયા, નિખીલભાઈ વસાણી, નિલેશભાઈ રાવલ, પાર્થભાઈ સોની, ભૌદિકભાઈ પારેખ તથા તમામ કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે શપથવિધી કાર્યક્રમમાં જોડાયેલ.
આ કાર્યક્રમમાં શહેરમાં આવેલ 200 જેટલા કોચિંગ ક્લાસના આશરે 10,000 જેટલા વિદ્યાર્થીઓ સ્વચ્છતા શપથમાં જોડાયેલ હતા.આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ યોજવામાં આવી રહેલ છે. આ અભિયાનના અંતર્ગત દેશ આખામાં ખૂબ જ કામગીરી થઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકા પણ આપણું શહેર સ્વચ્છ બને તે માટે તંત્ર દ્વારા સઘન કામગીરી થઈ રહેલ છે. તંત્રની સાથે સફાઈ માટે શહેરીજનોનો પુરતો સહયોગ મળે તો ખૂબ જ સારું પરિણામ મળે. સ્વચ્છતાની જાગૃતતા માટે મહાનગરપાલિકાની સાથે કોચિંગ ક્લાસ એસોશીએશન જોડાયેલ છે જે અભિનંદનને પાત્ર છે. આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા અને કોચિંગ ક્લાસ એસોશીએશન દ્વારા સ્વચ્છતાની જાગૃતતા માટે પત્રિકા વિતરણ, શેરી નાટક, ન્યુસન્સ પોઈન્ટ નાબુદી માટે કાર્યવાહી હાથ ધરાશે.