ટી-20માં કોહલીનું રાજીનામું જરૂરી, વિશ્વ કપ માટે થયેલા ટીમનું ચયન શુ અયોગ્ય ?
આઇસીસી વિશ્વ કપ હાલ ચાલી રહ્યો છે ત્યારે ગ્રુપ બી મા ભારતની ટીમ અને તેના બે મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે રમ્યા જેમાં તેમને પરાજયનો સામનો કરવો પડયો છે એટલું જ નહીં ટાઈમ મેનેજમેન્ટ ટીમ કોચ અને ટીમના સુકાની ઉપર અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે અને એ વાત પણ સામે આવી રહી છે કે કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલી ટીમના જુસ્સાને વધારવામાં વામણાં સાબિત થયા છે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ કપિલદેવે વિરાટ કોહલીને વામણો સાબિત કર્યો હતો અને જણાવ્યું હતું કે જે રીતે બોડી લેંગ્વેજ ટીમ અને ટીમના સુકાની જોવા મળી રહી છે તેનાથી કોઈ દિવસ વિજય પ્રાપ્ત થઈ શકે નહીં. 1983ના વિશ્વકપમાં ઝિમ્બાબ્વે સામે કપિલદેવે કેપ્ટનશીપ ઇનિંગ રમી હતી અને ૧૭૫ રન બનાવી ટીમને વિજય અપાવ્યો હતો જે એ ઉદાહરણ પૂરું પાડે છે કે કોઈપણ વિગત સ્થિતિમાં ટીમનો સુકાની નો ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને જો તે નિભાવવામાં સપોર્ટ ન થાય તો તેને પોતાનું સુકાની પદ છોડી દેવું જોઈએ.
બીજી તરફ ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જે સિલેક્શન થયું છે તેમાં ઘણા ખેલાડીઓ એવા છે કે જે વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે છતાં પણ તેઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું તો બીજી તરફ આઈપીએલમાં ઘણા ભારતીય ખેલાડીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી છે તે ફ્રેન્ચાઈસી ટીમને વિજય અપાવવામાં મદદરૂપ થયા હતા જેઓનું ન થતા અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે.
ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર જેવા ખેલાડીઓ નું પહેલા એક વર્ષમાં t20 નું પ્રદર્શન ખુબ જ નિરાશાજનક રહ્યું હતું છતાં તેઓને વિશ્વ કપમાં આજે તક મળી એ સહેજ પણ યોગ્ય નથી એના બદલે જો ઋતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓને તક આપવામાં આવી હોત તો કદાચ જે ભારતીય ટીમે બે પરાજય નો સામનો કરવો પડ્યો છે તે ન કરવો પડત.
બંને મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓને બોડી લેંગ્વેજ ખૂબ જ નકારાત્મક જોવા મળી હતી પરિણામે જે જૂથો ટીમમાં વધવો જોઈએ તે પણ વધ્યો નહોતો ત્યારે બાકી રહેલા મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન યોગ્ય રહે તે દિશામાં ટીમ મેનેજમેન્ટ દ્વારા વિચાર કરવામાં આવશે.