પાક. સામેની ફાઇનલ બાદ મળેલી બેઠકમાં થયો ઘટસ્ફોટ 

ચેમ્પિયન ના ફાઇનલ મેચમાં પાક. સાથે ભારતની હારના કારણે અંગે ઊંડી નજર કરીએ તો ઘણા ખરા તથ્યો બહાર આવે તેમ છે. ભારતીય ખેલાડીઓનો વધુ પડતો ઉત્સાહ અને ઓવર કોન્ફીડન્સને કારણે ભારત પાક.ને ફાઇનલમાં માત દેવાથી પાછળ રહી ગયું. આ ફાઇનલ મેચ બાદ ખેલાડીઓની ત્રણ બેઠક હાથ ધરાઇ હતી.

જેમાં આશ્ર્ચયમય કરી મુકે તેવો ઘટસ્ફોટ થયો છે કે કોચ કુંબલે અને કેપ્ટન કોહલી વચ્ચે છ મહિનાથી અબોલા છે. જો કોચ અને કેપ્ટન વચ્ચે જ અંદરો અંદર મૂઠભેડ ચાલતી હોય તો સ્વાભાવિક છે કે ટીમ માટે કોઇપણ મેચ જીતવો અનેક ગણું અધરું થઇ જાય.

બીસીઆઇના અધિકારીઓને આભાસ હતો કે ભારતીય ક્રિકેટ ટીમમાં બધુ જ યોગ્ય રીતે ચાલી રહ્યું નથી. તેમને એ વાતની જાણ થઇ કે કોચ અનીલ કુંબલે અને કેપ્ટન વિરાટ કોહલી છે મહિનાથી એકબીજા સાથે વાતચીત પણ કરી રહ્યા નથી ત્યારે તેઓ દંગ રહી ગયા હતા.

બીજી એક વાત એ પણ સામે આવી કે સચિન, ગાંગુલી, અને લક્ષ્મણની ક્રિકેટ સલાહકાર સમીતીએ પણ કુંબલેનો કોચ તરીકેનો કાર્યકાળ લંબાવવાની વાતને સીધે સીધી લીલી ઝંડી આપી ન હતી.

આસમગ્ર પ્રકરણમાં લંડનમાં ઉ૫સ્થિત રહેલા બોર્ડના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું  કે બોર્ડની સંચાલન સમીતી (સીએસી) એ કુંબલેનો કાર્યકાળ લંબાવવાનું કહ્યું હતું પરંતુ  તેમાં શરત રાખી હતી કે અગાઉના તમામ મામલા ઉકેલી લીધા પછી જ તેને જારી રાખવો.

ચેમ્પીયન ટ્રોફીની ફાઇનલ બાદ ટીમની હોટેલમાં ત્રણ બેઠક મળી હતી જેમાં પહેલી બેઠક બોર્ડના અધિકારીઓ, સીએસીના સદસ્યો અને કુંબલે વચ્ચે યોજાઇ હતી. ત્યારબાદ તેમણે કોહલી સાથે બેઠક યોજી હતી.

ત્રીજી અને અંતિમ બેઠક ઘટનાસભર રહી હતી જેમાં કુંબલે અને કોહલી બંને હાજર હતા. આ વાતચીત નિષ્ફળ રહી કેમ કે બંને વચ્ચે કોઇ પ્રકારની વાતચીત જ થઇ નહીં.

સુત્રોના જણાવ્યા મુજબ ડિસેમ્બરમાં ઇગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ બાદ બંનેએ બોલાવનું બંધ કરી દીધું હતું. સમસ્યા હતી પરંતુ આશ્ર્ચયજનક બાબત એ રહી કે છ મહિનાથી બંને કાંઇ બોલ્યા જ નથી અને રવિવારની ફાઇનલ બાદ બંનેએ કબૂલ્યું હતું કે બંનેનું એકબીજા સાથે આગળ વધવું મુશ્કેલ છે.

ખરેખર સમસ્યા શું હતી તે અંગે સવાલ કરતાં સુત્રોએ જણાવ્યું હતું કે આ અંગે કુંબલેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ અંગે વિરાટ સાથે સમસ્યા નથી પરંતુ કામકાજના ક્ષેત્રો અંગે કોહલીને સમસ્યા છે. અધિકારીઓ પાસે કોઇ વિકલ્પ રહ્યો ન હતો. બંને એક સાથે બેઠા તો તેમને પણ લાગ્યું કે હવે આગળ વધી શકાય તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.