નાગરિક બેન્ક, સહકાર ભારતી, ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશન અને સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે નાફકબનાં અધ્યક્ષ જ્યોતીન્દ્ર મહેતા અને ડિરેકટરોનો ‘સહકારિતા સન્માન સમારોહ’ યોજાયો
‘સહકારી ક્ષેત્ર સંસ્કાર આપવાની સાથોસાથ આર્થિક ક્ષેત્રે પણ બદલાવ લાવી શકે છે.’ આ મુજબની પ્રેરણાત્મક વાત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી ડો. સુરેશ પ્રભુએ ‘સહકારિતા સન્માન સમારોહ’માં કરી હતી.રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ., ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશન, સહકાર ભારતી અને સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ નાફકબ (નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ લિ.)માં અધ્યક્ષ તરીકે નિર્વિરોધ ચૂંટાયેલા જ્યોતીન્દ્રભાઇ મહેતા અને ડિરેકટરોનો ‘સહકારિતા સન્માન સમારોહ’, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’ ખાતે યોજાયો હતો.
ડો. સુરેશ પ્રભુએ વધુમાં જણાવ્યું હતું કે, ‘જ્યારે મને સમાચાર મળ્યા કે જ્યોતીન્દ્રભાઇ મહેતા દેશની રાષ્ટ્રીય સહકારી સંસ્થામાં અધ્યક્ષપદે ચુંટાયા છે ત્યારે મને અચરજ ન થયું. તેનું કારણ ઘણા છે કે તેમાં એક તો જ્યોતીન્દ્રભાઇને ઘણા વર્ષોથી ઓળખું છું. અમે બંનેએ વર્ષો સુધી સહકારિતામાં કાર્ય ર્ક્યું છે.
જ્યોતીન્દ્રભાઇ મહેતાએ સન્માન બાદ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ‘ડો. સુરેશ પ્રભુ વાણિજ્ય ખાતાના મંત્રી બન્યા ત્યારે તેમણે ‘ઇઝ ઓફ ડુંઇગ બિઝનેશ’ની વાત કરી અને તેમાં ભારતને ૭૭માં ક્રમેી ૨૩માં ક્રમે પહોંચાડ્યું. હવે તેઓ ‘ઇઝ ઓફ ડુંઇગ બિઝનેશ’ને બદલે ‘પ્લેઝર ઓફ ડુંઇગ બિઝનેશ’ની વાત કરે છે. તમો રોકાણ કરો છો તો તમે નિશ્ચિત પણે રોકાણ કરો અને તેમાં મોટા વળતરની આશા છે.
આ તકે ખાસ, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. સાથો સાથ નારણદાસ પટેલ, કાંતિભાઇ પટેલ અને ગૌતમભાઇ વ્યાસે પ્રાસંગિક ઉદ્બોધન પાઠવ્યું હતું.આ સન્માન સમારોહમાં ડો. સુરેશ પ્રભુ, જ્યોતીન્દ્રભાઇ મહેતા, શ્રીમતી બીનાબેન આચાર્ય, કાંતિભાઇ પટેલ, નારણદાસ પટેલ, ગૌતમભાઇ વ્યાસ, નલિનભાઇ વસા, વિક્રમભાઇ તન્ના, વશરામભાઇ ચોવટીયા, શ્રીમતી અંજલિબેન રૂપાણી, વી. એસ. દાસ, જીવણભાઇ પટેલ, પ્રવિણભાઇ ધોળકીયા, ટપુભાઇ લીંબાસીયા, હારીતભાઇ મહેતા, કલ્પકભાઇ મણીઆર, મુકેશભાઇ મલકાણ, ધનસુખભાઇ ભંડેરી, જીતેન્દ્રપ્રસાદ વ્યાસ, નટવરભાઇ પટેલ, મોહનભાઇ કુંડારીયા ઉપરાંત ગામે-ગામી સહકારી આગેવાનો ઉપસ્તિ રહ્યા હતા.
આ પ્રસંગે અનેકવિધ સહકારી કાર્યકરો અને સંસઓએ મહાનુભાવોનું અભિવાદન ર્ક્યું હતું. કાર્યક્રમનો શુભારંભ ભારત માતા અને અરવિંદભાઇ મણીઆરની તસવીરને રિમોટ કંટ્રોલી દીપ પ્રાગટ્ય મહાનુભાવોએ ર્ક્યું હતું. ડો. સુરેશ પ્રભુએ રિમોટ કંટ્રોલ વડે સહકારી ધ્વજ લહેરાવ્યો હતો. નરેશભાઇ શુકલે સહકાર ગીત ગાયું હતું. આભાર દર્શન જીતેન્દ્રપ્રસાદ વ્યાસે અને સરળ-સફળ અને મુદાસર રીતે સંચાલન રજનીકાંત રાયચુરાએ ર્ક્યું હતું. વંદે માતરમનાં ગાન સો સમારોહ સંપન્ન યો હતો.