મુખ્યમંત્રીને રજૂઆત કરાશે: પાક નિષ્ફળ ગયેલા ખેડુતોને પૂરેપૂ વળતર મળે તેવી માંગ
ઉપલેટા વિસ્તારમાં ઓણ સાલ ઓછા વરસાદ થતા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ખેડુતોને પાક નિષ્ફળ જાય તો ફસલ બિમા યોજના અમલમાં મૂકી ખેડુતો તેના વળતર રૂપે વિમો મળે તો ખેડુતો ને પાકના પૈસાનું વળતર વિમા રૂપે મળી રહે.
ઉપલેટા વિસ્તારનાં સહકારી આગેવાનોની એક મીટીંગ જીલ્લા બેંકના ડીરેકટર હરિભાઈ ઠુમરની આગેવાનીમાં મળેલ તેમાં સહકારી મંડળીના પ્રમુખો મંડળીના મંત્રીઓ તાલુકાભરના ગામડાના સરપંચો હાજર રહેલ આ મીટીંગમાં હરિભાઈ ઠુંમરે એવો સુરવ્યકત કર્યો કે ખેડુતોને ખેતીનો પાક વરસાદ આધારીત છે. ઓણ સાલ વરસાદ ઓછો પડવાને કારણે વરસાદ આધારીત પાક પૂરો પાકયો નથી ત્યારે વિમા કંપની દ્વારા ૧૦ ગામોનું ક્રોપ કટીંગ કરી ખેડુતોને પાક વિમાનું વળતર ચૂકવે પણ ઘણા ખેડુતોએ કુવા કે બોરમાં પાણી હોવાને કારણે ખેડુતનો આગોતરા વાવેતર કરેલ હોય તેવા ખેડુતોને પાક બરોબર ઉતારો આવે પણ તેના બાજુના ખેડુતને પાણી કુવો કે બોર ન હોવાથી વરસાદ આધારીત પાક હોવાથી તેનો પાક નિષ્ફળ ગયો હોય ત્યારે આવા ખેડુતોને બાજુના ખેહુતના સારા પાકને કારણે અન્યાય ન થાય તે માટે વિમા કંપની યોગ્ય રિતે ક્રોપકટીંગ કરે તે માટે ઉપલેટા વિસ્તારનાં ખેડુતોનું એક પ્રતિનિધિ મંડળ રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાને સાથે રાખી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પાક નિષ્ફળ ગયેલ ખેડુતોને અન્યાય ન થાય અને ભોગ બનનાર ખેડુતને પાક વિમાનું પૂરેપૂરુંવળતર મળી રહે તેવી રજૂઆત કરવા જયાં આજની મીટીંગમાં જીલ્લા બેંકના ડિરેક્ટર હરીભાઈ ઠુંમર સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા દલપતભાઈ માકડીયા નારણભાઈ ચંદ્રવાડીયા અજીતસિંહ વાઘેલા, જયદેવભાઈ વાળા, હદાબાપા ચંદ્રવાડીયા, કાંતીભાઈ પટેલ સહિત તાલુકા સહકારી આગેવાનો હાજર રહેલ હતા.