અખિલ ભારત સહકાર સપ્તાહ અંતર્ગત
ગઈકાલથી સ્વ.જવાહરલાલ નહેના જન્મદિનથી ૨૦ નવેમ્બર સુધી “સહકાર સપ્તાહની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ સહકાર સપ્તાહ ઉજવણીની શરૂઆત સહકારી ધ્વજવંદનથી થઈ છે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા ૬૫માં અખીલ ભારત સહકાર સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે ગઈકાલે સવારે જિલ્લા સંઘની ઓફિસે સહકારી ધ્વજવંદન જિલ્લા સહકારી સંઘના ચેરમેન પ્રવિણભાઈ રૈયાણીના હસ્તે કરવામાં આવ્યું અને ત્યારબાદ સમૂહમાં સહકાર ગીતનું વાંચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા સહકારી સંઘના ચેરમેન પ્રવિણભાઈ રૈયાણીએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. આ સહકારી ધ્વજવંદન કાર્યક્રમમાં મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન, ડિસ્ટ્રીકટ બેંક તથા જિલ્લા સંઘના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, મંત્રી ધીરૂભાઈ ધાબલીયા, રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘ લી.ના ચેરમેન મગનભાઈ ધોણિયા, ડિસ્ટ્રી. બેંકના એમ.ડી. તથા જિલ્લા સંઘના ડિરેકટર ઘનશ્યામભાઈ એમ.ખાટરીયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.