મહેસાણા અર્બન બેન્કને ૫ કરોડનો દંડ ફટકારતી રિઝર્વ બેન્ક
ગુજરાત જ નહિ સમગ દેશના સહકારી ક્ષેત્ર માટે આંખ ઉધાડનાર નિર્ણયમાં આર.બી.આઇ. એ ગુજરાતની મહેસાણા અર્બન કો. બેંક લોન આપવામાં નિયમ ભંગ અને મનસ્વી વહીવટને લઇને ૫ કરોડ ના દંડ ફટકાર્યાના નિર્ણયે ખળભળાટ મચાવ્યો છે.
આર.બી.આઇ. એ મંગળવારે મહેસાણા અર્બન કો. બેંકને લોનના નિયમોનો ભંગ કરી ડાયરેકટર અને સંબંધીઓ અને તેમને લાગતી વળગતી પેઢીઓ અને વ્યકિતઓને આડેધડ લોનની લાહણી અંગે ઝપટે લીધી છે. ૪થી નવેમ્બરે આર.બી.આઇ. એ દંડની રકમમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.
ગુજરાતની મહેસાણા અર્બન કો. બેંકની આર્થિક સ્થિતિની સમીક્ષા કરાયા બાદ બેન્કના આર્થિક સ્થિતિ અંગે ૩૧મી માર્ચ ૨૦૧૮ ના રોજ કરવામાં આવેલી તપાસ બાદ સેન્ટ્રલ બેંકે આર.બી.આઇ. ના નિતી નિયમો નેવે મૂકીને બેંકના ડાયરેકટર અને સંબંધીઓને આપવામાં આવેલી લોન અને સંબંધીઓ અને ડાયરેકટરોદની પેઢીઓને કે.વાય.સી. ના નિયમોને નેવે મૂકીને કરોડો રૂપિયા ની લોન આપી હોવાનું ખુલ્લુ હતું. આર.બી.આઇ. એ અંગે જણાવ્યું હતું કે મહેસાણા કો. ઓપરેટીવ બેન્કે લોન આપવામાં કરેલી ગેરરીતી અને કે.વાય.સી. ના નિયમ ભંગ કરીને લોનની લ્હાણીથી ગ્રાહકના હિતો પર જોખમ ઉભું થયું છે. આર્થિક સર્વેની તપાસ કરીને કો. ઓપરેટીવ બેન્ક નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી.બેન્કીંગ નિયમો મુજબ આર.બી.આઇ. એ મહેસાણા અર્બન કો. ઓપરેટીવ બેન્કને નોટીસ પાઠવીને લેખીત જવાબ અને મૌખિક સુનાવણીની તક આપી હતી. ત્યારબાદ તપાસમાં કો. બેન્ક દ્વારા ડાયરેકટરોની પેઢી અને મામકાવાદ થી પથરાવાયેલી છે. મોટી રકમની લોન અંગે પ કરોડ રૂપિયાની પેનલ્ટી ભરવાનો હુકમ કર્યો હતો. ગુજરાતની મહેસાણા અર્બન કો. બેન્કને કે.વાય.સી. ના નિયમોને નજર અંદાજ કરી લોન આપવામાં દલાતરવાળી વાળી કરવાનો ભારે પડયું હતું અને પ કરોડ રૂપિયા ની પેનલ્ટીના ખાડામાં ઉતરવાનો વારો આવ્યો હતો.