સહકારી બેન્કો મારફત આઠ ટકાના દરથી લોન ઉપલબ્ધ કરાશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આત્મનિર્ભર ભારતની હાકલનાં પ્રતિસાદરૂપે અને કોરોના સામેના યુદ્ધમાં ગુજરાત સફળતાથી બહાર નીકળે, આત્મનિર્ભર બને તે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત યોજનાની ઘોષણા કરી છે.
નોવેલ કોરોના વાઈરસની પરિસ્થિતિમાં આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યકિતઓ, વ્યકિતગત કારીગરો, શ્રમિક વર્ગને બિનતારણ ધિરાણ ઉપર વ્યાજ સહાય માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરવામાં આવે છે. ગુજરાતની ૨૧૮ જેટલી સહકારી બેંકો, ૧૮ જિલ્લા સહકારી બેંકો સાથે મળીને લગભગ ૨૪૦૦ જેટલી શાખાઓમાંથી અને ૬૦૦૦ જેટલી ક્રેડિટ સોસાયટીનાં માધ્યમથી નાના માણસોને લોન મળી રહે તે માટેનું આયોજન રાજય સરકારે કરેલ છે. જે તમામને હાલમાં સહકારી બેંકો ૧૨ થી ૧૩ ટકાના દરે લોન આપે છે. તેની સામે ફકત આઠ ટકાના દરથી લોન ઉપલબ્ધ કરાશે. રાજય સરકાર તેમાં છ ટકાની સબસીડી આપશે. જેના પરીણામે ધિરાણ મેળવનારને નેટ ૨ ટકા વ્યાજદરે લોન મળી રહેશે. આ સ્કીમ રાજય સરકારની સાથે મળીને ગુજરાતના સહકારી ક્ષેત્રના આગેવાનો અને બેંકોના ચેરમેન અને અધિકારીઓ સાથે મળીને ઘડી કાઢી છે.
સહકારી બેંકો જયારે જયારે દેશને કે રાજયને મુશ્કેલી પડે છે, જનતાને તકલીફ પડે છે ત્યારે ખરે વખતે લોકોની વચ્ચે રહીને તેમની વ્હારે થાય છે. હાલની કટોકટીમાં, મુશ્કેલ સમયમાં ગુજરાતના લોકો આર્થિક ક્ષમતા ફરી હાંસલ કરે, આત્મનિર્ભર બને તે માટે સરકાર અને સહકાર સાથે મળીને આ યોજનાનો અમલ કરશે. ગુજરાત અર્બન કો ઓપ બેંકસ ફેડરેશનનાં ચેરમેન જયોતિન્દ્ર મહેતા જણાવે છે કે સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે કે ખરા સમયે જયારે ગુજરાતને જરૂ ર છે ત્યારે ગુજરાતના વેપારીઓને જરૂ ર છે ત્યારે નાના લોકોને જરૂ ર છે ત્યારે તેમની પડખે મજબુતીથી ઉભા રહેશે.
આ યોજનાનો લાભ ૧૦ લાખ લોકોને મળશે. બેંકો માત્ર અરજીના આધારે લોન મંજુર કરશે. ૧ લાખ સુધીની લોન આગળ જણાવ્યું તેમ માત્ર ૨ ટકાના વાર્ષિક વ્યાજદરથી મળશે. પ્રથમ ૬ માસ વ્યાજ અને મુદલ ચુકવવાની જરૂ ર નહીં હોય. લોન લેનારે કોઈ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ ભરવાનો થશે નહીં. સહકારી ક્ષેત્ર સમાજના આર્થિક પુનરૂ ત્થાનમાં ભાગીદાર બનવાની તક મળવાથી ખુશી અનુભવે છે.