- જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ
- 5ના મો*ત, 30થી વધુ લોકો દાઝ્યા
- 20થી વધુ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો
જયપુરમાં CNG ટ્રકના વિસ્ફોટ અને અથડામણમાં 6ના મો*ત અને 40 ઘાયલ થયા હતા. તેમજ 40 વાહનો નાશ પામ્યા હતા. આ દરમિયાન ઘણા લોકો વાહનોમાં ફસાયા છે, તેમને બચાવવા માટે રાહત કાર્ય ચાલી રહ્યું છે.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. તેમજ જયપુરના ભાંકરોટા વિસ્તારમાં એક સાથે ડઝનબંધ વાહનોમાં આગ લાગી હતી. ત્યારે ખરેખર, અહીં એક CNG ટ્રક અને અન્ય ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. આગ નજીકના વાહનોને પણ લપેટમાં લીધી હતી. જેમાં ઘણા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરોએ બસમાંથી ઉતરીને પોતાનો જીવ બચાવ્યો હતો. જો કે, , 30થી વધુ લોકો દાઝ્યા હોવાના સમાચાર છે.
જયપુરના ભાંકરોટા વિસ્તારમાં સવારે 5.00 વાગ્યે બનેલી આ દુર્ઘટનાના સમાચાર પોલીસને મળતા જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા પહોંચી હતી. આગ એટલી ભયાનક હતી કે ફાયર વિભાગની અનેક ગાડીઓ કલાકો સુધી તેને ઠારવામાં વ્યસ્ત રહી હતી. જેઓ પોતાનો જીવ બચાવવા ભાગી શક્યા તેઓ નસીબદાર હતા. જો કે, 5 ના આગ દરમિયાન મો*ત થયું હતું. તેમજ ઘણા લોકો વાહનોમાંથી બહાર પણ નીકળી શક્યા ન હતા.
કેવી રીતે થયો અકસ્માત?
શુક્રવારે સવારે 5.00 વાગ્યે ધુમ્મસને કારણે દૃશ્યતામાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. ત્યારે આવી સ્થિતિમાં હાઇવે પર જતા વાહનો માટે ઝડપ અને સલામતી જાળવવી મુશ્કેલ બની જાય છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જયપુરમાં પણ આ દુર્ઘટનામાં કંઈક આવું જ બન્યું હશે. તેમજ 2 ટ્રક એકબીજા સાથે અથડાયા હતા. જેમાંથી એક CNG ટ્રક હતો. આ અથડામણ બાદ જોરદાર વિસ્ફોટ થયો અને ચારે તરફ આગ ફેલાઈ ગઈ હતી. એટલું જ નહીં પાછળથી આવતા વાહનો પણ એક પછી એક અથડાવા લાગ્યા હતા.
અકસ્માતના કારણે રોડ ડાયવર્ટ કરાયો હતો
પોલીસ અને પ્રશાસનની ટીમ આગ પર કાબૂ મેળવવામાં વ્યસ્ત છે. ત્યારે ઘટનાસ્થળે 20થી વધુ ફાયર બ્રિગેડ પહોંચી હતી. દરમિયાન આ અકસ્માતના કારણે આસપાસના રોડ પર પાણી ફરી વળ્યા છે. તેમજ જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં જે વાહનો સળગી ગયા હતા. તેમાં ટ્રક, પેસેન્જર બસ, ગેસ ટેન્કર, કાર, પિકઅપ, બાઇક અને ટેમ્પો સામેલ છે.
સીએમ ભજનલાલ શર્મા સમીક્ષા કરશે
અકસ્માતની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને એસએમએસ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
આગની તીવ્રતાના કારણે વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા હતા
આગના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ત્યારે પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ તેણે બચાવ કાર્ય શરૂ કર્યું. પરંતુ આગની તીવ્રતાના કારણે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.