મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયમાં પર્યાવરણમાં પ્રદુષણને નિયંત્રણ કરવાનાં પગલા રૂપે અને સી.એન.જી.નો વપરાશ વધારવા પ્રોત્સાહન આપવાનાં ભાગરૂપે ૩૦૦ નવા સી.એન.જી. પંપની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવનાર છે. આ પંપો ધોરીમાર્ગો ઉપર યોગ્ય સ્થળે સ્થપાશે ત્યારે વાહનોને રસ્તા પર સીએનજીની જરૂરીયાત આ પંપો દ્વારા પુરી થઈ શકશે. જેથી લોકો સીએનજીનાં વાહનોનો વપરાશ વધારી પર્યાવરણમાં પ્રદુષણ ફેલાતુ અટકાવશે. આવા પગલા રાષ્ટ્રમાં અગ્રેસર રાજય તરીકે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આ વેલ છે. જે સરકારની ભવિષ્ય માટેની દિર્ધદ્રષ્ટી દશાવે છે.
આ ઉપરાંત આપણા દેશમાં જીએસટી કાયદાનો અમલ કરવાની ચર્ચાઓ ચાલી રહેલ હતી. ત્યારે જીએસટીના દરમાં અન્ય કેટલાક વેરાનો દર પણ સમાવેશ કરી લેવામાં આવનાર હતો. પરંતુ વ્યવસાય વેરો જે જીએસટીમાં મર્જ કરવાની ચચા થયેલ પરંતુ તે મર્જ ન થતા અને જૂના વખતથી ગુજરાત રાજયમાં વ્યવસાય વેરો લાગુ પડેલ હોય, કેટલાક આસામીઓ આ વેરો ભરવામાં અનિયમિત રહેલ અને આવા વેરાનું ભારણ ભેગુ થતા ખૂબજ વધુ થઈ ગયેલ આ ઉપરાંત આવા એકત્રીત થયેલ વેરા પર સરકારની સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા વ્યાજ પણ વસુલ કરવાની કાર્યવાહી થઈ રહેલ. આ અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા અનેક વખત સરકાર સમક્ષ રજૂઆતો કરવામાંઅ વેલ અને વ્યવસાય વેરાને નાબુદ કરવા અથવા જી.એસ.ટી.ના દરોમાં સમાવેશ કરી લેવા માંગણી કરવામાં આવેલ પરંતુ આ માંગણીને સરકાર દ્વારા સંપૂર્ણ પણે સ્વીકારવામાં આવી શકેલ નથી જયારે. આવા બાકી રહેતા વેરા પર વસુલ થતા વ્યાજને માફ કરવા અંગેની આંશીક માંગણી સ્વીકારી સરકાર દ્વારા હકારાત્મક પગલુ લેવામાં આવેલ છે.
આ તકે આંશીક માંગણી સ્વીકારવા બદલ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વેપારીઓ વતી સરકારનો આભાર વ્યકત કરે છે. અને સરકારના આ હકારાત્મક પગલાને ધ્યાને લઈ વેપારીઓને ભવિષ્યમાં વેપારી પ્રશ્ર્નોમાં સહકારની આશા જાગેલ છે.