• રેલીમાં ભાગ લેનાર ‘પિંક ઓટો’ના મહિલા ડ્રાઈવરને સન્માનિત કરવામાં આવશે
• સી.એન.જી કીટ લગાવનાર દરેક ગાડીના માલિકને રૂ. 2500 નો સીએનજી ગેસ રીફીલ કરી આપવામાં આવશે
રાજકોટ શહેરના નાગરિકોમાં પર્યાવરણ અંગે જાગૃત્તિ કેળવાય તે હેતુથી ગુજરાત ગેસ લિમિટેડ (GGL) દ્વારા તારીખ 6 અને 7 ઓક્ટોબરના રોજ સી.એન.જી રેલી અને સી.એન.જી કાર મેળોરેસ કોર્સ ગ્રાઉન્ડ, રેસ કોર્સ, રાજકોટ ખાતે યોજાશે. રેલી અને મેળો યોજવાનો મુખ્ય ઉદ્દેશ સંભવિત ગ્રાહકોને સી.એન.જી ગેસના વપરાશ વિશે જાગૃત્ત કરીને તેમને જોડવાનો છે. આ ઉપરાંત ગ્રાહકોને સી.એન.જીના ફાયદાઓ જેવા કે, ખૂબ જ સુરક્ષિત, ઉપલબ્ધતે, આર્થિક રીતે પરવડે અને પર્યાવરણને ખૂબ જ અનુકૂળ ઈંધણ છે તે વિશે સમજ કેળવવાનો છે.
રાજકોટ ખાતે ગ્રીન રાજકોટ, ક્લીન રાજકોટ,માય સ્માર્ટ રાજકોટ થીમ પર સી.એન.જી રેલી અને સી.એન.જી કાર મેળો યોજાશે.
રેલીમાં ભાગ લેનાર ‘પિંક ઓટો’ના મહિલા ડ્રાઈવરને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત એક્ઝિબિશન ખાતે પી.એન.જી ગ્રાહકો પોતાનું બિલ ભરપાઈ કરશે તો તેમને 100 રૂપિયા સુધી પેટીએમ કેશબેક આપવામાં આવશે તેમજ સી.એન.જી કીટ લગાવનાર દરેક ગાડીના માલિકને રૂ. 2500 નો સીએનજી ગેસ રીફીલ કરી આપવામાં આવશે. કાર મેળામાં ભાગ લેનાર તમામ કાર ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા વિવિધ પ્રકારની આકર્ષક ઓફર સહિત ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.
સી.એન.જી કાર મેળાના માધ્યમથી નાગરિકો સી.એન.જીનો વધારે ઉપયોગ કરે અને ગ્રાહકોમાં સ્વીકૃત્તિ મળે તે માટેનો છે. આ સામાજિક જવાબદારી પણ છે. અગ્રણી ઓટોમોબાઈલ બ્રાન્ડનાં ઉપલબ્ધ વાહનોને ટેકનોલોજીની સાથે કાર મેળામાં પ્રદર્શિતકરવામાં આવશે. આ મેળામાં ગ્રાહકોને સી.એન.જી સબંધિત તમામ પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવશે.
સી.એન.જી મેળામાં હુન્ડાઈ, બજાજ, ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, ટોયોટા, વિવિધ સી.એન.જી કીટ મેન્યુફેક્સર્સ સહિત સી.એન.જી ટુ-વ્હીલર મેન્યુફેક્સર્સ ઉપસ્થિત રહેશે.
શહેરના વિવિધ વિસ્તારોમાં 20 કિલોમીટર લાંબી રેલી યોજાશે. તારીખ 6 ઓક્ટોબરના રોજ સવારે રેસકોર્સથી રેલી પ્રસ્થાન કરાવવામાં આવશે ત્યારબાદ રેલી સિવિલ હોસ્પિટલ ચોક, ત્રિકોણ બાગ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત સર્કલ, કિશાનપરા સર્કલ, મહિલા કોલેજ સર્કલ, કોટેચા ચોક, કાલાવાડ રોડ, નીલ દા ઢાબા, બાપા સીતારામ સર્કલ, આલાપ ગ્રીન સીટી, સાધુ વાસાણી રોડ, યુનિવર્સિટી રોડ, પુષ્કર ધામ રોડ, યુનિવર્સિટી રોડથી પરત ફરીને રેસ કોર્સ રોડ પરત ફરશે.
આ પ્રયાસથી રાજકોટને સ્માર્ટ સિટી બનાવવામાં સહયોગ પ્રાપ્ત થશે.આગામી સમયમાં ભાવનગર અને જામનગરમાં પણ આ પ્રકારની સી.એન.જી રેલી અને સી.એન.જી કાર મેળો યોજાશે.