ભાવ વધારો આજથી લાગુ: એક કિલો સીએનજીનો નવોભાવ રૂ. 58.86

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઈ રહેલા સતત ભાવ વધારાથી ત્રાહિમામ વાહન ચાલકોને આજે સરકારે વધુ એક ડામ આપ્યો છે. સીએનજીની કિંમતોમાં 2.86 રૂપીયાનો તોતીંગ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. આજથી પ્રતિકિલો સીએનજીનો ભાવ રૂ.58.86 રહેશે. ભાવ વધારો આજથી લાગુ કરી દેવામાં આવ્યો છે. બે માસ પૂર્વ પણ સીએનજીની કિંમતોમાં બે રૂપીયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. જેના કારણે વાહન ચાલકો સીઅનેજી તરફ વળ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ભાવ વધારો ચાલુ છે. આવામાં સરકાર દ્વારા આજે વધુ એક ડામ આપવામાં આવ્યો છે.

આજે પ્રતિકિલો સીએનજીનાં ભાવમાં બે રૂપીયા અને 56 પૈસાનો ભાવ વધારો ઝીંકવામા આવ્યો છે. આજથી રાજયમા સીએનજીનો ભાવ રૂ. 58.86 એ પહોચી જવા પામ્યો છે. પેટ્રોલીયમ પેદાશોમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે મોંઘવારીએ પણ માજા મૂકી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવ આસમાને આંબી જતા દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં નવેસરથી ભાવ વધારાની મોસમ શરૂ થવા પામી છે.

ત્રણેક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. આજે પણ પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડીઝલના ભાવમા 33પૈસાનો ભાવ વધારો ઝીંકવામા આવ્યો છે. રાજયનાં અનેક શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ 100 રૂપીયાની પાર થઈ ગયા છે.

પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા હોય વાહન ચાલકો સીએનજી તરફ વળ્યા છે. હવે સીએનજીના ભાવમા પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મોંઘવારીનો રાક્ષસ વધુ તાકાતવાર બને તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.