સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. 44.13 કરોડના વિકાસ કામોને બહાલી
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માં કુલ 44 કરોડ 13 લાખ ના વિવિધ વિકાસ કામોની દરખાસ્ત ને બહાલી આપવા માં આવી હતી.જામનગર મહા નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે ચેરમેન મનીષ કટારીયા ના અધ્યક્ષ સ્થાને મળી હતી
પ્રોવાઈડીંગ , સપ્લાયિંગ , લોવરિંગ, ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ઓફ 700 એમ એમ ડાયા. 4.06 કિલોમીટર એન્ડ 600 એમએમ ડાયા 4.17 કી.મી. ડી આઇ પાઇપ લાઇન કે -9 એન્ડ પંપીંગ મશીનરી ફોર મેન પંપ હાઉસ ટુ રણજીત નગર સમર્પણ એન્ડ સોલરિયમ હેડ વર્ક સંપ પાઇપ લાઇન વિથ પાંચ વર્ષ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ ફોર જામનગર વોટર સપ્લાય સ્કીમ નાં કામે રજું થયેલ કમિશનર ની દરખાસ્ત અન્વયે રૂપિયા 21 કરોડ 20 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
પ્રોવાઈડીંગ , સપ્લાયિંગ , લોવરિંગ, ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ઓફ 600 એમ એમ ડાયા. એન્ડ 700 એમ એમ ડાયા . ડી આઇ પાઇપ લાઇન કે -7 એટ લાલપુર ચોકડી ઇન્ક્ડલુડિંગ કનેક્શન વિથ એકઝિસ્ટીગ પાઇપલાઇન એન્ડ રીમુવિંગ ઓફ એકિસ્ટિંગ 600 એમ એમ ડાયા ડીઆઇ પાઇપલાઇન ઓફ ટ્રાન્સપોર્ટેશન ઓફ રીમુવડ પાઇપ લાઇન એટ જે એમ સી ખીજડીયા સ્ટોર ફોર શિફ્ટિંગ ઓફ પાઇપ લાઈન ઈન કંટ્રકશન ઓફ ફ્લાય ઓવર બ્રિજ નાં કામ ની દરખાસ્ત અન્વયે રૂ.1 કરોડ 70 લાખ નાં ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી. પ્રોવાઇડિંગ,સ્પલાઈંગ ઓફ એલ્યુમિના ફેરિક માટે રૂ.1 કરોડ 21 લાખ નું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત ડીઝલ થી ચાલતી 10 સીટી બસ નું વેચાણ કરવા અને સી એન જી.થી ચાલતી પાંચ સીટી બસ ની ખરીદી કરી તેને પી પી પી નાં ધોરણે ચલાવતા ની દરખાસ્ત ને મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર લાલપુર સ્ટેટ હાઇવે પર રંગમાંથી નદી ઉપર સ્વખર્ચે પુલ બનાવવાની દરખાસ્ત મળી હતી જેનો સૈધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો . રૂપિયા 3 કરોડ 39 લાખના ખર્ચે ભાવેશભાઈ ગાગિયા દ્વારા આ પુલ બનાવવામાં આવનાર છે.
લાલપુર રોડ ઘાંચી કોલોની પાસેના આવાસ માંટે સ્ટાર રેઇટ ચૂકવવા રૂ.11 લાખ 55 હજાર ની રકમ મંજૂર કરવામાં આવી હતી. વોર્ડ નંબર 15 નાં પાણાખાણ નાં યુપીએસસી મા સ્ટ્રેનધનિંગ કરી નવા રૂમ બાંધકામ માટે રૂ.8 લાખ 95 હજાર નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
78- વિધાનસભા વિસ્તાર મા આર એન્ડ બી ની સો ટકા ગ્રાન્ટ અન્વયે ધારાસભ્યની સ્પેશિયલ ફાળવેલ ગ્રાન્ટ માંથી સી સી રોડ/ બ્લોક નાં કામ માટે રૂ.બે.કરોડ અને તેવી જ રીતે 79 – વિધાનસભા વિસ્તાર મા પણ બે કરોડ નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. લાલપુર રોડ રાજપૂત ક્ધયા છાત્રાલય થી બાયપાસ ને જોડતા સી સી રોડ બનવા નાં કામ માટે રૂ.134 લાખ મંજૂર કરવામાં આવ્યાં હતાં.
ભૂગર્ભ ગટર શાખા હસ્તક ના 70 એમ એલ.ડી નાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને પાંચ વર્ષ માટે સંચાલન અને જાળવણી નો કોન્ટ્રાક્ટ રૂ.10 કરોડ 28 લાખ મા આપવા મંજૂર કરાયુ હતું.
જુદા જુદા બાંધકામ પ્રોજેક્ટ અન્વયે સરકાર ના નિયમ મુજબ જીએસટી ના તફાવત ની રકમ ચૂકવવા માટે ની દરખાસ્ત મંજુર રાખવા મા આવી હતી. આ ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી જેમાં આગામી 15 ઓગસ્ટ ની ઉજવણી વોર્ડ નંબર ત્રણ , મોમાઈ ગરબી ચોક , 6 – પટેલ કોલોની મા રાખવાનો નિર્ણય લેવાયો હતો.