મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબી અને રાજકોટની મૂલાકાત દરમિયાન સ્થાનીક સ્વરાજયની સંસ્થાના પદાધિકારીઓ અને અધિકારીઓને એકવાતની ભારપૂર્વક ટકોર કરી હતી કે જયારે સીએમ કે મંત્રી અથવા કોઈ મોટાનેતા આવે ત્યારે જ શહેરને ચોખ્ખુ ચણાંક રાખવાના બદલે 365 દિવસ સ્વચ્છતાને પ્રાધાન્ય આપવું જોઈએ. સ્વચ્છતા અંગેની સીએમની શિખામણ માત્ર ઝાંપા સુધી રહે છે કે તેને એક અભિયાન તરીકે ઉપાડી લેવામાં આવે છે તે વાતતો સમય જ બતાવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014માં દેશભરમાં સફાઈ અભિયાનનો આરંભ કરાવ્યો હતો. વિશ્ર્વમાં સૌથી વધુ વસતી ધરાવતા ભારત જેવા દેશમાં ગંદકના કારણે વર્ષ દહાડે લાખો લોકો અસાધ્ય રોગનો ભોગ બને છે. અથવા મોતને ભેટે છે. સફાઈ અભિયાન અમૂક દિવસો પુરતુ નહી પરંતુ સતત ચાલવું જોઈએ. આપણે ત્યાં કહેવામાં આવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા પરંતુ અફસોસ આપણે સ્વચ્છતાને જેટલુ આપવું જોઈએ તેનું મહત્વ કયારેય આપતા નથી જયારે કોઈ મોટા રાજનેતા આવવાના હોય ત્યારે તે શહેરને એવું તો ચોખ્ખુ-ચણાક કરી દેવામાં આવે છે કે તેને વિશ્ર્વનું સૌથી સ્વચ્છ શહેરનું બિરૂદ આપવામા આવે તો પણ જરા અમસ્તી પણ અતિશિયોકતી નથી આ વાત ગુજરાતના મૃદુ અને મકકમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબજ સારી રીતે જાણે છે. એટલે જ તેઓએ મોરબી અને રાજકોટની મૂલાકાત દરમિયાન સફાઈ અભિયાન સતત ચાલુ રાખવાની ટકોર કરી હતી. રાજકારણીઓ જાડી ચામડીના હોય છે. તે વાત સર્વવિદિત લાલઆંખ કરે પદાધિકારીઓએ જેટલુ માનવું હોય તેટલું જ માને છે.
સફાઈ પર ફોકસ કરવા મુખ્યમંત્રીએ ટકોર કરી છે પરંતુ તેનું કેટલા અંશે પાલન થશે તે કહી શકાય નહી રાજકોટ શહેર સ્વચ્છતામાં સતત પાછળ ધકેલાય રહ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબીમાં પણ સ્વચ્છતાની બાબતે વધુ પડતુ હરખાવવાની આવશ્યકતા નથી.
જયાં સુધી પદાધિકારીઓ અને અધિકારીઓનાં દિમાગમાં રહેલી ગંદકી સંપૂર્ણ પણે સાફ નહી થાય ત્યાં સ્વચ્છતાનું મહત્વ કેટલુ છે તે સંપૂર્ણ પણે કયારેય સમજી શકાશે નહી પદાધિકારીઓની ખુરશીની અવધી અમુક સમય પુરતી મર્યાદીત હોય છે. જયારે અધિકારીઓની ખુરશી કાયમી હોય છે. આ બંને વિરોધાભાષી પરિબળોના કારણે રાજય કે કેન્દ્ર સરકારનું કોઈ અભિયાન કે ઝુંબેશ કયારેય સફળ થતી નથી. જયારે કોઈ અભિયાન જન આંદોલનમાં પરિવર્તીત થાય ત્યારે તેને ચોકકસ સફળતા સાંપડે છે. સ્વચ્છતા એક એક ઘર અને એક એક વ્યકિતને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ છે. જેને એક શિખામણ કે ટકોર ગણવાના બદલે આંદોલન તરીકે ઉપાડી લેવાની વર્તમાન સમયની માંગ છે.