ભુપેન્દ્રભાઈ પટેલે કોરોના અને ઓમિક્રોન વોર્ડનું પણ નિરીક્ષણ કર્યું: હોસ્પિટલની વ્યવસ્થા અંગે અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો
રાજયાં કોરોના અને ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આજે સવારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલની મૂલાકાત લીધી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી. અને કોરોના તથા ઓમિક્રોન વોર્ડનું પણ નિરીક્ષણ કર્યું હતુ. હોસ્પિટલમાં વ્યવસ્થા અને કોરોનાના કેસમાં વધારો થાયતો તેની સામેપહોચી વળવા માટે તંત્રની તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અચાનક ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોચી ગયા હતા. ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી. હોસ્પિટલમાં મળતી સારવાર અંગે પણ પૂછાણ કર્યું હતુ. આ ઉપરાંત હોસ્પિટલના કાર્યરત કર્મચારીઓ સાથે પણ મુખ્યમંત્રીએ વાતચીત કરી હતી.સાફ-સફાઈ દવાઓ દર્દીઓને અપાતી સુવિધાઓ અંગે જાત નિરીક્ષણ કર્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ગાંધીનગર સીવીલ હોસ્પિટલ સ્થિત કોરોના વોર્ડ તથા ઓમિક્રોન વોર્ડની પણ મૂલાકાત લીધી હતી કોરોનાના કેસ વધે તો તેની સામે લડવા માટે હોસ્પિટલ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે તે અંગે પણ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
રાજયમાં કોરોનાના કેસ વધતા રાજય સરકારની ઉંઘ ઉડી જવા પામી છે. શનિવારથી રાજયમાં રાત્રી કરફયુનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. અગાઉ રાત્રીના 1થી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રી કરફટું હતુ પરંતુ મહાપાલિકા વિસ્તારોમાં કેસ વધતા શનિવારથી રાત્રીનાં 11થી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રી કરફયું કરીદેવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેર આવે તો તેની સામે લડવા માટે સરકાર સજજ થઈ રહી છે. જો કેસ વધશે તો આગામી દિવસોમાં કેટલાક આકરા નિયંત્રણો પણ મૂકવામાં આવે તેવી પ્રબળ સંભાવના રહેલી છે.