ગુજરાત સરકારના બજેટને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકારનું આગામી બજેટ ખેડૂતોને ધ્યાને રાખી ગ્રામ્યલક્ષી રહેશે તેવો સંકેત મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યો છે. હાલ રાજયમાં જળ સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે આગામી સમય ખેડૂતો માટે કપરો ન નિવડે તેવું સુનિશ્ર્ચિત સરકાર કરવા જઈ રહી છે.
વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને ફટકો પડતા આગામી બજેટ ગ્રામ્ય વિસ્તારાનો ખુશ ખુશ કરવા માટે હોય તેવી ધારણા પણ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ખેડૂતોને ધ્યાને રાખી બજેટમાં દરખાસ્ત શે. નવનિયુકત ગુજરાત સરકારનું વર્ષ ૨૦૧૮-૧૯નું પ્રમ વાર્ષિક બજેટ ૨૦મી ફેબ્રુઆરીના રોજ રજૂ થાય તેવી શકયતા છે. સરકારે તેનું પ્રમ બજેટ સત્ર ૧૯મી ફેબ્રુઆરીએ યોજવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત સરકારનું બજેટ સત્ર ૨૮મી માત્ર સુધી ચાલશે. પ્રમ દિવસે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બાદ રાજયપાલ ઓ.પી.કોહલી વિધાનસભા ગૃહને સંબોધશે. સત્રના બીજા દિવસે ર્આત ૨૦મી ફેબ્રુઆરીએ નાયબ મુખ્યમંત્રીને નાણાપ્રધાન નિતીનભાઈ પટેલ વર્તમાન ગુજરાત સરકારનું વર્ષ ૨૦૧૮-૧૯નું પ્રમ વાર્ષિક બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. બજેટની રજૂઆત બાદના ૩ દિવસ સુધી રાજયપાલના ગૃહમાં સંબોધન ઉપર ચર્ચા ચાલશે. ચાલુ બજેટ કરતા વધુ રકમનો ખર્ચ યો હોય ત્યાં વિધાનસભા ગૃહ પાસે પુરક બજેટ મંજૂર કરાવવું પણ આવશ્યક હોવાી બે દિવસો સુધી આવા પુરક બજેટ પર પણ ચર્ચા શે. ચાર દિવસ સુધી નવા બજેટ પરની સામાન્ય ચર્ચા શે. બાર દિવસ સુધી વિગતવાર ચર્ચા થશે.બજેટમાં ખાસ ગ્રામ્ય વિસ્તારોને ધ્યાનમાં લેવાશે અને ખેડૂતો માટે મોટી જાહેરાતો થાય તેવી શકયતા છે.