ફાઈનાન્સ વિભાગ પણ અટવાયેલી સબસીડી અંગે યોગ્ય પગલા લઈ સહકાર આપે તેવી અરજદારોની ઈચ્છા

ફૂડ એન્ડ એગ્રો ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૨ ી ૨૦૧૭ અંતર્ગત કેપીટલ સબસીડી નેશનલ મિશન ઓફ ફૂડ પ્રોસેસીંગ જાહેર કરવામાં આવી હતી. જેમાં પ્રોજેકટ ખર્ચના ૨૫ ટકા અવા વધુમાં વધુ ૫૦ લાખની રકમની સબસીડી અપાતી હતી. અલબત સરકારે આ યોજના પૂર્ણ કરી દીધી છે. પરંતુ કેટલાક અરજકર્તાની સબસીડી હજુ અટવાયેલી પડી છે.

આ અટવાયેલી સબસીડી માટે ફૂડ એન્ડ એગ્રો ઈન્ડસ્ટ્રી એસો. દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને રજૂઆત કરવામાં આવતા તેમણે હકારાત્મક અભિગમ અપનાવી ઉદ્યોગ નીતિને પ્રોત્સાહન મળે તે માટે ફાઈનાન્સ વિભાગે યોગ્ય કરવા સુચન આપ્યા હતા. આ રજૂઆતની વિગતો આપવા આજરોજ ‘અબતક’ની મુલાકાતે જિલ્લા ભા.જ.પ.ના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડાની આગેવાનીમાં જિલ્લા ભા.જ.પ.નાં મંત્રી વિનુભાઈ પરમાર અને તાલુકા ભા.જ.પ.ના પૂર્વ પ્રમુખ બાબુભાઈ નસીત, ઉદ્યોગપતિઓ, વાલજીભાઈ કોરાટ (વી.કે.સ્પાઈસીસ, અરડોઈ-કોટડા સાંગાણી), વિમલભાઈ પટેલ (એસ.એસ.આઈસ્ક્રીમ રાજકોટ), ભરતભાઈ ગોંડલીયા (અમૃત ડીહાઈડ્રેશન, ગોંડલ), ચુનીભાઈ કોરાટ, પ્રાંજલભાઈ સંતોકી (આલ્ફા ઈન્ડસ્ટ્રીઝ) વિગેરે ફુડ એસોસીએશન સભ્યો ઉપસ્તિ રહ્યાં હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.